મુંબઇ, નવી દિલ્હી, મુંબઈમાં ગુરુવારે રાતથી પડી રહેલ ભારે વરસાદના પગલે,શુક્રવારે સવારથી જ શહેરી જીવનને અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ભારે વરસાદને કારણે સાયન, વિલે પાર્લે, જોગેશ્વરી વગેરે રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેને કારણે વેસ્ટ, સેન્ટ્રલ અને હાર્બર લોકલ ટ્રેનોની સેવા, ધીમી ગતિએ દોડી રહી છે. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાનો શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં, જલ-ભરાવ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો છે.
સેન્ટ્રલ રેલ્વેના જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યુ હતુ કે, ” રેલ્વે ટ્રેક ઉપર પાણી આવવાના કારણે, લોકલ ટ્રેન સેવા મોડી ચાલી રહી છે. રેલવે ટ્રેક પરથી ડ્રેનેજનુ કામ ચાલી રહ્યુ છે. ટૂંક સમયમાં રેલ્વે સેવા પૂર્વવત કરવામાં આવશે. તેવી જ રીતે, મલાડ સબ-વે સંપૂર્ણપણે જલ મગ્ન થઇ ગયો છે. કોઈપણ પ્રકારના અકસ્માત ન થાય, તે માટે અહીં વેરિકેટીગ લગાડવામાં આવ્યું છે. અહીં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાનો, પમ્પ લગાવીને પાણી કાઢવાનુ કામ કરી રહ્યા છે. આવી જ રીતે સાયન, વિલેપાર્લે, જોગેશ્વરી વગેરેમાં પમ્પ આ કામ ચાલી રહ્યુ છે.
કોરોના લોકડાઉનને કારણે, સામાન્ય નાગરિકોને રેલ્વેમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી નથી. આ કારણોસર, કાર્યકારી લોકો ફક્ત માર્ગ દ્વારા તેમના કાર્યકારી સ્થળે પહોંચે છે. મોડી રાતથી વરસાદના પગલે, વેસ્ટર્ન એક્સપ્રેસ અને ઇસ્ટર્ન એક્સપ્રેસ માર્ગો પર, પાણી ભરાવાની સાથે ઊડા ખાડા પડ્યા છે. જેને કારણે અહીં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. હાઈવે પર ઘણા કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગી છે.
ભારે વરસાદની અસર, પાલઘર અને થાણે જિલ્લામાં પણ છે. વરસાદને કારણે આ જિલ્લાના લોકોને, પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વસઈ, વિરાર, નાલાસોપારા અને વસઈના વિસ્તારોમાં વરસાદને કારણે, ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વિસ્તારોમાં પાલિકાના કામદારો પાણી કાઢવાનુ કામ કરી રહ્યા છે. શુક્રવાર સવારથી વરસાદની ગતિ થોડી ઓછી થઈ છે, જેના કારણે પાણી કાઢવાનુ કામ ઝડપી ગતિએ શરૂ થઈ રહ્યું છે.