ભારતીય સૈન્ય અને બેંક ઓફ બરોડા વચ્ચે, ‘બરોડા સૈન્ય પગાર પેકેજ’ માટે કરાર થયો છે. આ કરાર પર લેફ્ટન્ટ જનરલ રવીન ખોસલા, ડાયરેક્ટર જનરલ (એમપી એન્ડ પીએસ) અને બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિક્રમાદિત્ય સિંઘ ખીંચી એ, આ હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રસંગે, ભારતીય સૈન્યના એડજ્યુંટન્ટ જનરલ લેફ્ટનન્ટ જનરલ હર્ષ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. જે આ સભાના અધ્યક્ષ પણ હતા. આ કરારમાં એ આધાર આપવામાં આવ્યો છે કે, જેના આધારે બેંક ઓફ બરોડા દ્વારા ભારતીય સેનાના નિવૃત્ત કર્મચારીઓને, સેવા આપતા અને નિવૃત્ત થયેલ કર્મચારીઓ ને, આ પેકેજ હેઠળ આવરી લેવામાં આવશે. આ પેકેજ હેઠળ ભારતીય સૈન્યના, 8,200 થી વધુ સ્થાનિક શાખાઓ અને આશરે 20,000 જેટલા બિઝનેસ સંવાદદાતા ટચ પોઇન્ટ્સના નેટવર્ક દ્વારા, ભારતીય સૈન્યના નિવૃત્ત અને કાર્યરત કર્મચારીઓ ને સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આ પેકેજ મફત વ્યક્તિગત અકસ્માત વીમા સુરક્ષા, કાયમી કુલ અપંગતા રક્ષણ, આંશિક અપંગતા/ વિકલાંગતા અને વિમાન અકસ્માત વીમા સુરક્ષા પૂરતા ભંડોળ સાથે, તેમજ સેવા આપતા કર્મચારીઓ અને છોકરીઓના લગ્ન, સાથે સંરક્ષણના મૃત્યુની સ્થિતિમાં ઉચ્ચ શિક્ષણની સુરક્ષા પ્રદાન કરે છે. તમામ બેંકોના એટીએમમાંથી નિ:શુલ્ક અમર્યાદિત ભંડોળ પાછું ખેંચી લેવુ, નાની લોનમાં વિવિધ સર્વિસ ચાર્જ પર છૂટ અથવા પેકેજ હેઠળ અન્ય સેવાઓ ઓફર કરવામાં આવી રહી છે. જેમાં ડિસ્કાઉન્ટ અને કાર્ડ્સના ઉપયોગમાં ઘણા વધારાના ફાયદાઓનો સમાવેશ થાય છે.