ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે એસી બોગીનો ઉપયોગ કરીને ચોકલેટ અને નૂડલ્સનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલવે, હુબલી ડિવિઝને ચોકલેટ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના પરિવહન માટે નિષ્ક્રિય એસી કોચનો ઉપયોગ કર્યો હતો જેને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન નીચા અને નિયંત્રિત તાપમાનની જરૂર હોય છે.
૮ ઓક્ટોબરના રોજ, ગોવાના વાસ્કો ડી ગામાથી દિલ્હીના ઓખલા સુધી ૧૮ એસી કોચમાં ૧૬૩ ટન વજનની ચોકલેટ અને નૂડલ્સ લોડ કરવામાં આવી હતી. તે છફય્ લોજિસ્ટિક્સની ખેપ હતી. સાઉથ વેસ્ટર્ન રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા રિલીઝ મુજબ, આ એસી પાર્સલ એક્સપ્રેસ ટ્રેન ૨૧૧૫ કિલોમીટરનું અંતર કાપશે અને શનિવારે દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે. એટલે કે ટ્રેન શનિવારે દિલ્હી પહોંચી હશે.
એસી ટ્રેનો દ્વારા ચોકલેટના ટ્રાન્સપોર્ટેશનથી રેલવેએ લગભગ ૧૨.૮૩ લાખ રૂપિયાની આવક મેળવી છે. હુબલી ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના માર્કેટિંગ પ્રયાસો સાથે, ટ્રાફિકનો આ નવો પ્રવાહ રેલવે દ્વારા પકડાયો છે, જે અત્યાર સુધી પરંપરાગત રીતે રોડ દ્વારા પરિવહન થતું હતું. બીડીયુના પ્રયાસોની પ્રશંસા કરતા, હુબલી ડિવિઝનલ રેલવે મેનેજર અરવિંદ માલખેડે જણાવ્યું હતું કે, રેલવે ઝડપી, સરળ અને ખર્ચ અસરકારક સેવાઓનો ઉપયોગ કરવા માટે ગ્રાહકો સુધી સક્રિયપણે પહોંચી રહી છે. ઉદ્યોગો અને વેપારીઓ દ્વારા આ પહેલની પ્રશંસા કરવામાં આવી રહી છે.
નિવેદન અનુસાર, ઓક્ટોબર ૨૦૨૦ થી હુબલી ડિવિઝનની માસિક પાર્સલ કમાણી ૧ કરોડ રૂપિયાને પાર કરી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયાન હુબલી ડિવિઝનની પાર્સલ કમાણી ૧.૫૮ કરોડ રૂપિયા છે. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી ડિવિઝનની સંચિત પાર્સલ કમાણી ૧૧.૧૭ કરોડ રૂપિયા છે.