Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ચોંકાવનારી બાબત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી લેનારો સાઉથનો એક્ટર થલાપતિ વિજય
    India

    ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ચોંકાવનારી બાબત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી લેનારો સાઉથનો એક્ટર થલાપતિ વિજય

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેઈડ એક્ટર કોણ છે? વર્ષોથી આ પ્રશ્નના જવાબમાં ક્યારેક અક્ષય કુમારનું તો ક્યારેક સલમાન ખાનનું તો ક્યારેક શાહરુખ ખાનનું નામ સામે આવતુ રહ્યુ છે પરંતુ આ વખતે નહીં. કેમ કે આ વખતે સાઉથ એક્ટરે બોલીવુડના તમામ સુપરસ્ટાર્સને પાછળ મૂકી દીધા છે. તેઓ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જ નહીં પરંતુ સમગ્ર ભારતના હાઈએસ્ટ પેઈડ એક્ટર બની ગયા છે.
    મળતી માહિતી અનુસાર થલાપતિ વિજય હવે ભારતના સૌથી વધુ ફરી લેનાર એક્ટર બની ગયા છે. બે વર્ષ પહેલા વિજય પોતાની ફિલ્મો માટે ૧૦૦ કરોડ રૂપિયાની ફી લઈ રહ્યા હતા પરંતુ હવે તેમણે પોતાની ફી બમણી કરી દીધી છે. તેઓ પોતાની આગામી ફિલ્મ ‘થલાપતિ ૬૮’ માટે ૨૦૦ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ લઈ રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે થલાપતિ વિજય પહેલા દેશના કોઈપણ અભિનેતાએ એક ફિલ્મ માટે ૨૦૦ કરોડ રૂપિયા ફી ચાર્જ કરી નથી.
    જે ફિલ્મ માટે થલાપતિ વિજયને ૨૦૦ કરોડ રૂપિયાની ફી મળી રહી છે તે ફિલ્મનું અસ્થાયી નામ થલાપતિ ૬૮ રાખવામાં આવ્યુ છે. આ વિજયના કરિયરની ૬૮મી ફિલ્મ છે. કહેવાઈ રહ્યુ છે કે આ થલાપતિની છેલ્લી ફિલ્મ પણ સાબિત થઈ શકે છે. કેમ કે આ ફિલ્મ બાદ તેઓ રાજકારણમાં ઝંપલાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. જાેકે આ મામલે હજુ સુધી થલાપતિ વિજય તરફથી કોઈ રિએક્શન સામે આવ્યુ નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025

    Maharashtra Municipal Council Elections: 2 ડિસેમ્બરે મતદાન છે, પરંતુ ભાજપે ઘણા વોર્ડમાં ઉમેદવારી પત્રો ભર્યા છે

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.