Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભારતીય ટીમે ઈરાનને બે દિવસમાં બે વખત હરાવ્યું એશિયન કબ્બડી ચેમ્પિયનશિપમાં ભારતે ઈરાનને હરાવી ટાઈટલ જીત્યું
    India

    ભારતીય ટીમે ઈરાનને બે દિવસમાં બે વખત હરાવ્યું એશિયન કબ્બડી ચેમ્પિયનશિપમાં ભારતે ઈરાનને હરાવી ટાઈટલ જીત્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJune 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત્યું છે. ભારતીય કબડ્ડી ટીમે પોતાનો દમ દેખાડતા ઈરાનને પછાડીને આઠમી વખત એશિયન ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું છે. ભારતે ઈરાનની ટીમને બે દિવસમાં બે વખત હરાવીને આ અદ્ભુત કામ કર્યું છે. ભારતે ફાઇનલમાં ઈરાનને ૪૨-૩૨થી હરાવ્યું હતું.

    આ હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતે પ્રથમ હાફમાં ૨૩-૧૧થી પ્રભુત્વ જમાવ્યું હતું પરંતુ ત્યારબાદ ઈરાને તેમના સુકાની મોહમ્મદરેઝા શાદલુઈ ચયાનેહની શાનદાર રમતને કારણે પ્રેરિત થઈને બીજા હાફમાં ગેપને ઘણુખરુ ઘટાડી દઈને રમતમાં વાપસી કરી હતી. પરંતુ શદાલુઈની છેલ્લી ઘડીની ભૂલ હતી જેણે ભારતને કોઈપણ સમસ્યા વિના ટાઈટલ જીતવામાં મદદ કરી. ભારતના સ્ટાર અને ટીમના કેપ્ટન પવન સેહરાવતે ઈરાન સામે મોટા ભાગના પોઈન્ટ મેળવ્યા અને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    એક તબક્કે રમતમાં બે મિનિટ બાકી હતી ત્યારે ઈરાને ભારતની લીડને ઓછી કરીને ૩૮-૩૧ સુધી કરી દઈને રમતને રોમાંચક બનાવી દીધી હતી. દિવસની શરૂઆતમાં ભારતે હોંગકોંગને ૬૪-૨૦ના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું અને લીગ તબક્કામાં અજેય રહીને સમાપ્ત કર્યું હતું.

    ભારત માટે આ જીત મોટી છે કારણ કે તેણે આ વર્ષના અંતમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે તેમને સેટ કરી દીધા છે. એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ એ પ્રમાણભૂત કબડ્ડી સ્પર્ધા છે. તે સૌ પ્રથમ ૧૯૮૦માં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે વધુ એક જીત મેળવીને આ ટુર્નામેન્ટમાં પોતાનો ૮મો મેડલ જીત્યો છે. ફાઇનલ મેચ રિપબ્લિક ઓફ કોરિયાના બુસાનમાં ડોંગ-યુઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સિઓકડાંગ કલ્ચરલ સેન્ટર ખાતે રમાઇ હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025

    Maharashtra Municipal Council Elections: 2 ડિસેમ્બરે મતદાન છે, પરંતુ ભાજપે ઘણા વોર્ડમાં ઉમેદવારી પત્રો ભર્યા છે

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.