ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ તેના સાંસદો, મંત્રીઓ અને પ્રદેશ પ્રમુખ સહિતના તમામ નેતાઓને કહ્યું છે કે તેઓ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર શુક્રવારે 25 ડિસેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અને ખેડૂતો સાથે ના સંવાદ ને પોતાના વિસ્તાર માં એલઇડી સ્ક્રીન પર બતાવવા માટે યોગ્ય પ્રબંધ કરે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સાંસદો, વરિષ્ઠ પ્રધાનો, રાજ્ય અને જિલ્લા પ્રમુખોને પત્ર લખીને કહ્યું છે કે, 25 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ કરશે. તેમના માટે જિલ્લામાં મોટી એલઇડી સ્ક્રીન લગાવવી જોઈએ, જેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ બતાવવામાં આવશે અને સાંસદ અને જિલ્લા પ્રમુખ ત્યાં ઉપસ્થિત રહેશે.
વાજપેયીના જન્મદિવસ પર વડા પ્રધાન કિસાન સન્માન નિધિ અંતર્ગત નાણાકીય લાભો નો આગામી હપ્તો રજૂ કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન છ રાજ્યોના ખેડૂતો સાથે પણ વાતચીત કરશે. આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે.