અમદાવાદ, 07 ફેબ્રુઆરી ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પણ જાણે કે વિધાનસભા અને લોકસભાના ઈલેક્શન જેવો માહોલ સર્જાયો છે, ભાજપના ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોર પછી અમદાવાદની ટૂંકી મુલાકાતે આવી પહોચવાના છે, જાણવા મળ્યા મુજબ ટીકીટોની વહેચણી બાદ ભાજપા સમર્થકોમાં ખુબ મોટા પ્રમાણમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને અસંતોષ કાર્યકર્તાઓને સમજાવવા આજે 7 મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવી રહ્યા છે, અમિત શાહ કદાચ આવતીકાલે શરુ થનારી ભાજપની જિલ્લા તાલુકા પંચાયતની ઉમેદવારો માટેની પસંદગી માટે શરુ થનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પણ હાજરી આપી શકે તેવી શક્યતા જણાઈ રહી છે. તેમની મુલાકાત દરમ્યાન અમદાવાદના મેયરના ઉમેદવાર માટેની ગહન ચર્ચા પણ આ મુલાકાત દરમ્યાન થઈ શકે છે. અમિત શાહની અમદાવાદની અચાનક મુલાકાતના લીધે ચુંટણીનાં માહોલમાં ઘણી બધી ઉલટફેર પણ થઈ શકે તેવું ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે અનેક રાષ્ટ્રીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ઉતારી આવ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AIMIM પાર્ટીના નેતા અસદુદ્દીન ઓવૈસી પણ હાલ ગુજરાતમાં પહોચી ચુક્યા છે, આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ તો ગઈકાલે અમદાવાદમાં બે રોડશો નું આયોજન પણ કરી લીધું હતું, અમદાવાદ પૂર્વમાં બે સવારથી બપોર સુધી અને બપોર બાદ બીજો એક રોડશો નું આયોજન કરીને લોકોને લુભાવવાની કોશિષો ચાલુ કરી દેવામાં આવી છે, અસદુદ્દીન ઓવેસી હાલમાં સુરત એરપોર્ટ પહોચી ગયા છે, સુરત એરપોર્ટ ઉપર ઓવેસીના સ્વાગત માટે છોટુ વસાવાના ભાઈ મહેશ વસાવા પહોચી ગયા છે, ઓવેસી આજે ભરૂચ અને કદાચ અમદાવાદમાં રેલીઓનું આયોજન કરી શકે છે, પત્રકારો સાથેની વાતચીતમાં ઓવેસીએ જણાવ્યું કે અમે ગુજરાતમાં અમારું વજૂદ ઉભું કરવા માટે BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) જોડે ગઠબંધન કરીને અમારા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ઉતારીશું. જાણવા મળે છે ત્યાં સુધી મનીષ સિસોદિયા આજે રાજકોટમાં રેલીનું આયોજન કરવાના છે તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે