ભરૂચ જિલ્લાના માછીમાર સમાજ આજેપણ યાદ કરતા કહે છે કે કોરોના કાળમાં કોઈ નેતા કામ ન લાગ્યા પણ આવા મુશ્કેલ સમયે વાગરા તાલુકાના જોલવા ગામના સુલેમાન પટેલ કામ લાગ્યા હતા અને માછીમાર સમાજની પડખે ઉભા રહયા હતા અને અન્નદાન સહિતની મદદ કરી હતી.
ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા રાજકીય પાર્ટીઓ દ્વારા કોરોના કાળમાં મદદ નહિ મળવા બાબતે જેતે સમયે ટ્વીટ કરી બળાપો ઠાલવવામાં આવ્યો હતો કે સમાજે જે રાજકીય પાર્ટી સંગઠનના નેતાઓ માટે હર હંમેશા મહેનત કરીને પાર્ટી અને સંગઠનને મજબૂત બનાવી તે પાર્ટી અને તેના નેતાઓને ચુંટણીઓ વખતે જીતાડયા તે લોકો મુશ્કેલીના સમયે કામ લાગ્યા નહતા આ નેતાઓ MP ભરૂચ અને બન્ને એમ.એલ.એ. ને ફોન કરીને સમાજને મદદ કરવાની માંગણી કરવા છતાં કોરોના મહામારીમાં લોકડાઉનમાં સમાજની મુશ્કેલીના આ સમયે આ પાર્ટી સંગઠન કે તેના નેતાઓએ સમાજને કોઈ મદદ કરી ન હતી અને સમાજના હક્કની સરકારીઅનાજની કિટો, માસ્ક, હેન્ડગ્લોસ,સેનેટાઇઝરની બોટલોમાંથી કોઈપણ વસ્તુની એક નંગ સુધ્ધાં સમાજને આપી ન હતી અને તે બધુંજ તે પાર્ટીના નેતાઓએ તેઓના ચાહિતા અને માનીતા લોકોને સગેવગે કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે અને તે પાર્ટી અને તેઓના નેતાઓની કાયમનીકુટેવ મુજબ મુશ્કેલીઓના સમયે સમાજને તેના હાલ પર મુશ્કેલીઓમાં એકલો છોડી દીધો હતો પણ આવા કપરા સમયે વાગરા તાલુકાના જોલવા ગામના સુલેમાનભાઈ મુસાભાઈ પટેલ માછીમાર સમાજ સમાજની પડખે ઉભા રહ્યા હતા અનવ મુશ્કેલી ના સમયે અન્નદાન બદલ માછીમાર સમાજે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ મુજબનું ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જાહેરમાં ટ્વીટ થતા જવાબદાર નેતાઓ કામ લાગ્યા નહિ હોવાનું ચિત્ર સપાટી ઉપર આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.
દરમિયાન જોલવા ના સુલેમાન પટેલ સમાજ સેવાના કામોમાં સતત આગળ પડતા જણાય રહયા છે જે વાત લોકો પોતે કહે છે જે આ એક ઉદાહરણ છે.