ભરૂચ જિલ્લાના વાગરા વિલાયત ચોકડી નજીક ભરૂચ એસ.ઓ.જી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે વ્યક્તિઓની શંકાસ્પદ પૂછપરછ કરતા તેઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા ૪ કારતૂસ મળી આવતા પોલીસે બંનેની અટકાયત કરી હતી
ભરૂચ એસ.ઓ.જી પોલીસે વાગરા વિલાયત ચોકડી નજીકથી બે શંકાસ્પદ વ્યક્તિઓ શકમંદ હિલચાલ કરતા હોવાના કારણે એસ.ઓ.જી પોલીસે બંનેની અંગ જડતી લેતાં તેઓ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તથા ૪ જીવતા કારતૂસ મળી આવતા તેઓ ની કડક પૂછપરછ કરતાં તે કે પોતાની ઓળખ મંટુ કુમાર સિપાહી રાય બિહાર અને કમલ રાય બાલચંદરાય બિહારના હોવાની ઓળખ થતા બંનેને ૨૬ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી આ પિસ્તોલ કોને આપવાની હતી અને ક્યાંથી લાવ્યા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.