ઓરિયો બિસ્કિટે પારલે બિસ્કિટ સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસ બિસ્કિટની ડિઝાઇનને લઈને કરવામાં આવ્યો છે. ઓરિયોએ દાવો કર્યો છે કે પારલેના ફેબિયો બિસ્કિટની ડિઝાઇન બિલકુલ એના ઓરિયો જેવી છે. ભારતમાં બિસ્કિટની ડિઝાઇનની કોપીને લઈને અનેક કેસ પહેલાં પણ કોર્ટમાં અલગ-અલગ કંપનીઓના છે.
દિલ્હી હાઇકોર્ટમાં થશે સુનાવણી
આ મામલે દિલ્હી હાઈકોર્ટે 12 એપ્રિલે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાની મોડલીજ ઇન્ટરનેશનલના યુનિટ ઇન્ટરકાન્ટિનેન્ટલ ગ્રેટ બ્રાન્ડ્સના ટ્રેડમાર્કના ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ છે. 9 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે ઓરિયોના વકીલની જલદી સુનાવણી કરવાની અપીલને ફગાવી દીધી હતી અને આગામી સુનાવણી એપ્રિલમાં જ કરવાની વાત કરી હતી.
10 વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી ઓરિયો
મોડલીજે ભારતમાં ઓરિયોને લગભગ 10 વર્ષ પહેલાં લોન્ચ કરી હતી, જ્યારે પારલેએ ગયા વર્ષે જાન્યુઆરીમાં ફેબિયો પ્રોડક્ટ લોન્ચ કરી હતી. ઓરિયોએ અત્યારસુધીમાં આ બ્રાન્ડના તમામ વેરિએંટને લોન્ચ કર્યા છે. એમાં ચોકો ક્રીમ, ઓરિયો વેનિલા ઓરેન્જ, ક્રીમ અને સ્ટ્રોબેરી છે.
બ્રિટાનિયાએ ફ્યુચર કન્ઝ્યુમર સામે કોર્ટમાં કેસ કર્યો હતો
ગયા વર્ષે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે ફ્યુચર કન્ઝ્યુમર સામે કોર્ટમાં કેસ કર્યો હતો. બ્રિટાનિયાએ આરોપ લગાવ્યો છે કે ફ્યુચર કન્ઝ્યુમર એની તમામ પેકેજિંગની નકલ કરી રહ્યું છે. બ્રિટાનિયાએ ફ્યુચર કન્ઝ્યુમરના સારા સમયનો ઉપયોગ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. આઈટીસી વિરુદ્ધ પણ બ્રિટાનિયાએ આવો જ કેસ દાખલ કર્યો છે.
1928માં હાઉસ ઓફ પારલેની શરૂઆત
1928માં ‘હાઉસ ઓફ પારલે’ની શરૂઆત કરવામાં આવી હતી. માલિક મોહન દયાલ ચૌહાણે 18 વર્ષની ઉંમરમાં ગાર્મેન્ટ બિઝનેસન તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આગળ તેમણે અનેક બિઝનેસને નવું સ્વરૂપ આપ્યું હતું. આજે દેશમાં પારલે-જી પાસે 130 કરતાં પણ વધુ ફેકટરીઓ છે અને લગભગ 50 લાખ રિટેઈલ સ્ટોર છે. દર મહિને પારલે-જી 10 અબજથી વધુ પેકેટ બિસ્કિટનું પ્રોડકશન કરે છે.