દુનિયામાં દરરોજ કોઈને કોઈ ચમત્કાર થતા જ રહે છે. અત્યારે અમેરિકામાં એક બાળકીનો જન્મ દુનિયાભરના સમાચારોમાં છવાયેલો છે. એકચ્યુલી, ફિલાડેલ્ફિયામાં જન્મેલી આ બાળકીને તેની માએ ટેસ્લા કારની અંદર જન્મ આપ્યો છે, એ પણ ત્યારે, જ્યારે કાર ઓટોપાયલટ મોડ ઉપર ચાલી રહી હતી. બાળકીનો જન્મ ઇલેક્ટ્રિક કારની ફ્રન્ટ સીટ પર થયો. આ ઘટના ત્યારે થઈ જ્યારે અમેરિકન કપલ બાળકની ડિલીવરી માટે ટેસ્લા કારમાં હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં ટ્રાફિક હોવાના કારણે તેમને હોસ્પિટલ સુધી પહોંચવામાં તકલીફ પડી રહી હતી ત્યારે તેમણે પોતાની કારને ઓટોપાયલ મોડ પર નાખી અને મહિલાની ડિલીવરી ગાડીની અંદર જ થઈ ગઈ. જ્યારે કપલ તેના ૩ વર્ષના બાળકને સ્કૂલ મૂકવા જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી. ધ ફિલાડેલ્ફિયા ઇન્કવાયરરની રિપોર્ટ મુજબ કારના ટ્રાફિકમાં ફસાયા બાદ પતિએ કારને ઓટોપાયલટ પર રાખી અને પાછલી સીટ પર બેઠેલા પોતાના બાળક પર નજર રાખી અને આગલી સીટ પર બાળકને જન્મ આપી રહેલી પત્નીની સારસંભાળ રાખી. તેમને તે જગ્યાએથી હોસ્પિટલ પહોંચવામાં ૨૦ મિનિટ લાગી અને ત્યાં પહોંચીને બાળકીની ગર્ભનાળને કાપવામાં આવી. હોસ્પિટલની નર્સિસે બાળકીને ધ ટેસ્લા બેબી કહીને સંબોધી. આ અનોઘી ઘટના આજકાલ ઘણી ચર્ચામાં છે. આ વર્ષે ટેસ્લા કાર પોતાની સિક્યોરિટીને લઈને ચર્ચામાં રહી છે. આ વર્ષે ટેસ્લા કારની ટક્કર થયા બાદ ૨ લોકોનું મૃત્યુ થઈ ગયું હતું, જેના પર આવેલા પ્રાથમિક રિપોર્ટમાં ખબર પડી કે કાર ઓટોપાયલટ મોડ પર હતી. ૨ વર્ષ પહેલા પણ ટેસ્લા સેડાનથી થયેલા એક્સિડન્ટમાં એક ટીનએજ છોકરાના મૃત્યુ બાદ ઘરવાળાઓએ ઇલેક્ટ્રિક કંપની પર કેસ કરી દીધો હતો. તો બીજી બાજુ એક વ્યક્તિએ તાજેતરમાં જ પોતાની ટેસ્લા કારને દારુગોળો લગાવીને ઉડાડી દીધી હતી કેમ કે, તેના રિપરિંગનો ખર્ચો ૧૭ લાખ રૂપિયા આવતો હતો!