બાર્બાડોસ ના વડા પ્રધાન મિયા આમોર માટલે એ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના રસીનો માલ પહોંચાડવા બદલ આભાર માન્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે, ‘મને ખાતરી છે કે તમે બધા સ્વસ્થ અને સલામત હશો. બાર્બાડોસ ના લોકો અને સરકાર વતી, તેઓ ભારત સરકાર અને ભારતની જનતા નો, ભારતની કોવિશિલ્ડ રસી નો માલ પૂરો પાડવા બદલ આભાર માને છે.
ગયા મહિનાની શરૂઆતમાં, માટલે એ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રસી પૂરી પાડવા વિનંતી કરી હતી.
મીડિયા રિપોર્ટ પરથી જણાવાયું છે કે બાર્બાડોસ ને ભારત તરફથી 100,000 રસી મળશે. માટલે એ એમ પણ જણાવ્યું હતું કે, કોવશિલ્ડ રસી ભારતમાં ઉપયોગ માટે માન્ય કરવામાં આવી છે અને તેનો ઉપયોગ તમામ નિયમોના પગલે કરવામાં આવશે
ભારત તરફથી પ્રાપ્ત રસીઓની પ્રથમ બેચ ની 50,000 ડોઝ રસી, ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ, પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ, આવશ્યક સેવાઓ, હોટલ સ્ટાફ, સુપરમાર્કેટ કામદારો અને વરિષ્ઠ નાગરિકોને આપવા માટે, પ્રાધાન્ય આપવામાં આવશે.