બુધવારે બારામુલ્લા જિલ્લાના સિંહપોરા વિસ્તારના મુખ્ય બજારમાં, આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગ્રેનેડ બોમ્બ વડે હુમલો કર્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં એક મહિલા સહિત છ નાગરિકો પણ ઘાયલ થયા છે. તે જ સાથે જ, આતંકીઓ હુમલો કર્યા બાદ સ્થળ પરથી ભાગી ગયા હતા. સુરક્ષા દળોએ, સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે, અને આતંકવાદીઓને પકડવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ગ્રેનેડ હુમલામાં ઘાયલ નાગરિકોની ઓળખ ગુલામ મોહમ્મદ પારે, ગુલઝાર અહેમદ ખાન, મંઝૂર અહેમદ ભટ, અહેમદ ડાર એમ થઇ છે. આ બધા સિંહપોરાના રહેવાસી છે. આ સિવાય તબસ્સુમ નિવાસી ડૂડીપોરા હંદવાડા, ફરમાન અલી, નિવાસી ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, બુધવારે સિંહપોરા ગામના મુખ્ય બજારમાં, સુરક્ષા દળોની એક ટીમ ફરજ પર હતી. આ દરમિયાન આતંકીઓએ અચાનક ગ્રેનેડ ફેંકીને સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક મહિલા સહિત છ નાગરિકો પણ ઘાયલ થયા છે. ઘાયલોમાં એક બાળક પણ શામેલ છે. તમામને પટ્ટન ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને એસએમએચએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હુમલો કરીને આતંકીઓ, ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળોએ, આખા વિસ્તારને ઘેરી લીધો છે, અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા સમાચાર લખાય ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતુ.