કોલકાતા, નવી દિલ્હી, 06 ફેબ્રુઆરી શનિવારે પશ્ચિમ બંગાળમાં “પરિવર્તન યાત્રા” શરૂ કરવા પહોંચેલા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ માલદા જિલ્લામાં એક ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં ઉમડેલા જન પ્રવાહ ને જોઇને, ગદગદ થયેલ નડ્ડાએ કહ્યુ કે, ‘રોડ શોમાં જે લોકોનો જન પ્રવાહ ઉમડ્યો છે તે સંકેત છે કે, બંગાળમાં પરિવર્તન નિશ્ચિત છે. અહીં કમલ ખીલશે અને ભારતીય જનતા પાર્ટી 200 થી વધુ બેઠકો જીતશે.’
માલદાના ફોઆરા વણાંક થી રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમા તરફ જતા રોડ શોમાં, નડ્ડા ખુલ્લી જીપમાં સવાર હતા. તેમની સાથે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી દેવશ્રી ચૌધરી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ પણ હતા. તેમનુ સ્વાગત કરવા રોડના બંને બાજુ લોકોના ટોળા ઉમડ્યા હતા. જેમનુ ભાજપ અધ્યક્ષ દ્વારા હાથ જોડીને તેમનુ સ્વાગત કરાયુ હતુ અને હાથ હલાવીને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. નડ્ડાએ કહ્યુ કે, ‘મોટી સંખ્યામાં આવેલ લોકો, જેમણે આવીને ઉષ્મા જે બતાવી છે, તે લોકોના અભિપ્રાય જણાવે છે કે, બંગાળના લોકોએ મમતાજીની વિદાય અને ભાજપના આગમનનો નિર્ણય કર્યો છે.’
તેમણે કહ્યુ કે, ‘બંગાળની જનતાએ તોલાબાજી, ચોખા ચોર, કટ મની ની સરકાર, ભ્રષ્ટાચાર અને ગેરરીતિની આ સરકારને જડમૂળથી ઉખાડી ફેકવાનો નિર્ણય કર્યો છે. આ હર્ષોલ્લાસ દર્શાવે છે કે, બંગાળના લોકોને મોદીજીએ જે આપવાનો પ્રયત્ન કર્યો, તેને મમતાજીએ બંધ કરી દીધુ, તેનાથી બંગાળની જનતા દુઃખી છે અને ઈચ્છે છે કે, મોદીજીના પૈસા સીધા બંગાળની ધરતી પર પહોંચે.’
ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યુ હતુ કે, ‘અહીં તોલબાજી અને તુષ્ટિકરણની સરકાર છે. અમે એ ભાર પૂર્વક કહી શકીએ છીએ કે, વિધાનસભામાં સીટોની સંખ્યા 200 ની પાર હશે અને પીસી (મમતા બેનર્જી) અને ભીપો (ભત્રીજા અભિષેક બેનર્જી) ની સરકારને ટાટા કરશે.’ આ પ્રસંગે નડ્ડા સામાન્ય લોકો ઉપર ફૂલો વરસાવતા આગળ વધી રહ્યા હતા.