Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ફ્રાન્સમાં કિશોરની હત્યાનો વિવાદ હજુ પુરો થતો નથી કિશોરની હત્યા કરનારા પોલીસના બચાવ માટે ફંડ એકત્રિત કરાય છે
    WORLD

    ફ્રાન્સમાં કિશોરની હત્યાનો વિવાદ હજુ પુરો થતો નથી કિશોરની હત્યા કરનારા પોલીસના બચાવ માટે ફંડ એકત્રિત કરાય છે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફ્રાંસના જમણેરી નેતા મરીન લે પેનના ભૂતપૂર્વ સલાહકારે લોકો પાસેથી આ ફંડોળ એકઠુ કરવાનુ શરૂ કર્યુ છે અને અત્યાર સુધીમાં લોકોએ ૧૦ લાખ ડોલરનો ફાળો તેમાં આપ્યો છે. ગયા અઠવાડિયે ૧૭ વર્ષના કિશોરની હત્યા બાદ સમગ્ર ફ્રાન્સમાં રમખાણો થઈ રહ્યા છે. તોફાનીઓ ઇમારતો અને વાહનોને આગ લગાવી રહ્યા છે અને દુકાનો અને બેંકોને લૂંટી રહ્યા છે.
    બીજી તરફ ફ્રાંસમાં ડાબેરી નેતાઓએ ભંડોળ ઉઘરાવવાના અભિયાનની નિંદા કરી છે.

    ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીના એરિક બોથોરેલે ટિ્‌વટર પર લખ્યું છે કે, પોલીસ અધિકારીની તરફેણમાં આ રીતે ફાળો ઉઘરાવવાથી રમખાણો વધશે. નાહેલની હત્યા કરનાર પોલીસકર્મી માટે લાખો યુરોનું ભંડોળ ઉઘરાવવુ તે નિંદનીય કૃત્ય છે. સોશિયલિસ્ટ પાર્ટીના વડા ઓલિવિયર ફૌરે જે સાઈટ પર આ ભંડોળ ભેગુ કરાઈ રહ્યુ છે તે સાઈટને આ અભિયાન રોકવા માટે અપીલ કરી છે.
    ફ્રાન્સમાં સોમવારે છ દિવસ પછી તોફાનીઓનુ જાેર ઘટ્યુ છે.

    ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈ કાલે રાત્રે વધુ ૧૫૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તોફાનો કરનારા ૩૮૮૦ લોકોની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે.
    પોલીસ ફાયરિંગમાં જેનુ મોત થયુ હતુ તે ૧૭ વર્ષનો કિશોર નાહેલ અલ્જેરિયન મૂળનો હતો. એ પછી તેની હત્યાના વિરોધમાં તોફાનો ફાટી નીકળતા ૪૫,૦૦૦ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
    ફ્રાન્સમાં રાતોરાત ૨૯૭ વાહનો અને ૩૪ ઈમારતોને સળગાવી દેવામાં આવી હતી.

    આ પહેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રવિવારે રાત્રે વિશેષ સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. તેઓ મંગળવારે વિરોધ પ્રદર્શનથી પ્રભાવિત ૨૨૦ શહેરોના મેયર સાથે પણ બેઠક યોજવાના છે.
    બીજી તરફ નાહેલની દાદી નાદિયાએ તોફાનીઓને તોડફોડ નહીં કરવા માટે અને હિંસક દેખાવો નહીં કરવા માટે અપીલ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Bangladesh: બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખ નક્કી – 12 ફેબ્રુઆરીએ નવી સરકારની પસંદગી થશે

    December 11, 2025

    Trump-Xi meeting: ટ્રમ્પ-શીની મુલાકાત પછી પણ અમેરિકામાં TikTok ની સ્થિતિ અસ્પષ્ટ

    October 30, 2025

    Donald Trump: ટ્રમ્પના ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, નાના વ્યવસાયોમાં ચિંતા

    October 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.