વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા, દિલ્હી મેટ્રો ની મેજેન્ટા લાઇન પર દેશની પ્રથમ ચાલક રહિત (ડ્રાઈવરલેસ) ટ્રેનને રવાના કરી હતી. આ સાથે, વડા પ્રધાને 23 કિમી લાંબી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન (નવી દિલ્હીથી દ્વારકા સેક્ટર 21) ની યાત્રા માટે, રાષ્ટ્રીય સામાન્ય ગતિશીલતા કાર્ડ (એનસીએમસી) ની સેવાઓ પણ શરૂ કરી હતી.
આ પ્રસંગે, એક ટૂંકી ફિલ્મ દ્વારા, ડ્રાઇવરલેસ મેટ્રો દર્શાવતા તેમણે કહ્યું હતું કે, હવે મેટ્રો ડ્રાઇવરો ને વહેલી સવાર અને મોડી રાત્રે ડેપોમાંથી જવા માટે મુક્તિ મેળવશે. એટલું જ નહીં, માનવીય ભૂલની સંભાવના પણ ઓછી થઈ જશે. ભારત, ડ્રાઇવરલેસ મેટ્રો સાથે આજે વિશ્વ ના સાત દેશોમાં જોડાયુ.
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) ના મેનેજિંગ ડિરેક્ટર મંગુ સિંહ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.