Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પોલિંગ બૂથમાં તોડફોડ અને બેલેટ પેપરને આગ લગાડવાની ઘટના બની પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં ભારે હિંસા થઈ, ૧૪ લોકોનાં મોત
    India

    પોલિંગ બૂથમાં તોડફોડ અને બેલેટ પેપરને આગ લગાડવાની ઘટના બની પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં ભારે હિંસા થઈ, ૧૪ લોકોનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 9, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આજે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં હિંસાની આશંકા વચ્ચે ભારે સંખ્યામાં સુરક્ષાદળને તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતા અલગ અલગ જગ્યાએ હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી છે જેમાં ૧૪ લોકોના મોત થયા છે. કૂચબિહારમાં એક પોલિંગ બૂથમાં તોડફોડ અને બેલેટ પેપરને આગ લગાડવાની ઘટના સામે આવી છે. રાજ્ય ચૂંટણી પંચ અનુસાર, ૨૨ જિલ્લાની ૬૩,૨૨૯ ગ્રામ પંચાયત બેઠક, પંચાયત સમિતીની ૯,૭૩૦ બેઠક અને જિલ્લા પરિષદની ૯૨૮ બેઠકો પર ચૂંટણીના ઉમેદવારોનું નસીબ દાવ પર છે. ચૂંટણીના પરિણામ ૧૧ જુલાઇએ આવશે.

    બંગાળમાં પંચાયત ચૂંટણી માટે વોટિંગ દરમિયાન કૂચબિહારના સીતાઇમાં બારાવિટા પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી હતી અને બેલેટ પેપરમાં આગ લગાવવામાં આવી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં કૂચબિહારમાં એક શખ્સ બેલેટ બોક્સ લઇને ભાગી ગયો હતો. વોટોની ચોરીનો આ વીડિયો પોલીસ-તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે.
    પશ્ચિમ બંગાળમાં આજે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે મતદાન થયું છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા બંગાળ પંચાયતની ચૂંટણીને રાજ્યમાં લિટમસ ટેસ્ટ તરીકે જાેવામાં આવી રહી છે. આ ચૂંટણીઓમાં, જિલ્લા પંચાયતો, પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતોની લગભગ ૭૪,૦૦૦ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

    રાજ્યમાં પંચાયતની ચૂંટણી માટે મતદારોની સંખ્યા લગભગ ૫.૬૭ કરોડ છે. મતદાનના દિવસે પણ હિંસાનો સિલસિલો યથાવત છે.
    મળતી માહિતી મુજબ ઉત્તર ૨૪ પરગણાના બાસુદેબપુરમાં મતદાન મથક પર જતા સમયે રાજ્યપાલ સીવી આનંદ બોઝને સીપીઆઈએમના કેટલાક ઉમેદવારોએ રોક્યા જેમણે તેમને તેમની સમસ્યા જણાવી. ગવર્નરે અટકીને તેમની વાત સાંભળી હતી. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા અથડામણમાં વધુ ૭

    રાજકીય કાર્યકરોના મોત થયા છે. કૂચબિહારના તુફનગંજમાં મોડી રાત્રે ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. આ પછી કૂચ બિહારમાં જ બીજેપી કાર્યકર માધવ વિશ્વાસની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, મુર્શિદાબાદના બેલડાંગામાં ટીએમસી સમર્થકની હત્યા કરવામાં આવી હતી. મુર્શિદાબાદના ખારગ્રામમાં ટીએમસી કાર્યકર સબીરુદ્દીનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સબીરુદ્દીન પર કોંગ્રેસ કાર્યકરની હત્યાનો પણ આરોપ હતો. ઉત્તર ચોવીસ પરગણામાં એક અપક્ષ ઉમેદવારના સમર્થકની હત્યા કરવામાં આવી હતી. સીપીએમ કાર્યકર રેબીના બીબીને ગોળી વાગ્યા બાદ મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું પણ મોત થયું હતું.

    ઉત્તર બંગાળના દિનહાટામાં કોંગ્રેસના એક સમર્થકને ગોળી મારી દેવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. મતદાન પહેલા ભાજપે ટીએમસી પર બૂથ કબજે કરવાનો આરોપ લગાવ્યો હતો. મુર્શિદાબાદના હુલાશપુરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટમાં કોંગ્રેસના બે કાર્યકરો ઘાયલ થયા હતા. આરોપ છે કે વોટ કરવા જતાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. બંને ઘાયલ કોંગ્રેસના કાર્યકરોને લાલબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કૂચબિહારના સીતાઈમાં બારવિતા પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી અને બેલેટ પેપરને આગ લગાવવામાં આવી હોવાના સમાચાર છે.

    મતદાનના એક દિવસ પહેલા, શુક્રવારે સવારે મુર્શિદાબાદ જિલ્લાના રાણીનગર બ્લોકમાં શાસક ટીએમસી સાથે જાેડાયેલા લોકો દ્વારા કોંગ્રેસના કાર્યકર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે કોંગ્રેસના કાર્યકરનું મોત નીપજ્યું હતું. રાજ્યપાલ સીવી આનંદ બોઝ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા તેના કલાકો પહેલા આ ઘટના બની હતી.બંગાળમાં કેન્દ્રીય દળોની ૪૮૫ કંપનીઓ તૈનાત છે. હિંસા રોકવા માટે આ કંપનીઓના ૬૫,૦૦૦ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. છતાં હિંસા પર નિયંત્રણ મેળવી શકાયું નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.