મુંબઈ, નવી દિલ્હી, 20 જુલાઈ વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે, પેગાસસના નામે. ભારત સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ટેલિગ્રાફ એક્ટને મજબુત બનાવ્યો છે. જેથી તેનો દુરૂપયોગ કરનારાઓને કડક સજા થઈ શકે. પેગાસસ ફોન ટેપીંગને ચકાસવા માટે, જેપીસી પરીક્ષણની જરૂર નથી.”
દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મુંબઇમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ” પેગાસસ ફોન ટેપીંગ કેસમાં, 45 દેશોના નામ છે, પરંતુ સંસદની કાર્યવાહીના એક દિવસ પહેલા મીડિયામાં તે જે રીતે પ્રકાશિત થયો અને વિપક્ષની આ બાબતે સંસદની કારવાઈ ખોરવવાનો પ્રયાસ કરી રહી છે, તેનાથી તેમની મંશા ને લઈને સંદેહ નિર્માણ કરી રહ્યો છે.” ફડણવીસે કહ્યું કે, ” જ્યારે પણ ભારત વિકાસના માર્ગ પર આગળ વધવાનું શરૂ કરે છે, ત્યારે રાષ્ટ્રવિરોધી શક્તિઓ તેને પાછળ ધકેલવા માટે, આવા પ્રયત્નો કરતી રહે છે. મેગાસાસ ફોન ટેપીંગ કેસ પણ, આ જ ષડયંત્રનું પરિણામ હોવાનું જણાઈ રહ્યુ છે.”
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ” ફોન ટેપીંગની વાત નવી નથી. સમાજવાદી પાર્ટીના તત્કાલીન નેતા અમરસિંહે, 2006 માં સંસદમાં ફોન ટેપિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ જ રીતે 2009 માં પણ મમતા બેનર્જીએ, સંસદમાં ફોન ટેપીંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. વર્ષ 2010, 2011 અને 2012 માં પણ ફોન ટેપીંગનો મુદ્દો, સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. તે સમયે તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, ” ટેલિગ્રાફ એક્ટ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા, મની લોન્ડરિંગ અને વિશેષ સુરક્ષા બાબતોમાં ફોન ટેપીંગ કરવામાં આવે છે, તેમાં કંઈપણ ખોટું નથી.” દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળમાં દલિત, આદિવાસી, પછાત વર્ગના લોકોને પ્રતિનિધિત્વ આપ્યુ છે, જેના કારણે વિપક્ષ દિગ્મૂઢ થઇ ગયુ છે. તેથી જ સંસદમાં જનહિતના મુદ્દાઓ પર ચર્ચા બંધ કરવા માટે પેગાસસ ફોન ટેપીંગના નામે, ગૃહના કામકાજને ચાલવા દેતા નથી.”