પારડી ને.હા.ન. 48 પર આજરોજ ગુરુવારના વલ્લભ આશ્રમ શાળા સામે વલસાડ થી વાપી તરફ જતા ટ્રેક ઉપર અતુલ ના ભાઈ-બહેન ની ઉભેલી બાઈક ને એસટી બસ ચાલકે અડફેટે લેતા ઇજા પહોંચી હતી. જેને પારડી ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત માં વલસાડ થી દમણ જતી એસટી બસ ન. જી.જે. 18 ઝેડ. 3863 ના ચાલકે ઉભેલ બાઈક ન. જી.જે. 15 બી.ક્યુ. 0579 પર પારડી તરફ જઈ રહેલ વિશાલ ગિરધારી મલુકાની અને તેમની બહેન શેફાલી ગિરધારી મલુકાની ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બંને ભાઈ બહેન ને ખાનગી વાહન માં પારડી હોસ્પિટલ માં ખસેડાયા હતા જ્યાં ભાઈ વિશાલ ને પેટના ભાગે ઇજા પહોંચી હતી. અકસ્માત ની ઘટના અંગે એક વાહન સવાર સોનુ ડૂબે એ જણાવ્યું હતું કે એસટી બસ ચાલાક આ રીતે બેફિકરાઈ થી વાહન ચલાવતા હોય છે ત્યારે તેઓના સામે કાયદેકીય પગલાં લેવા જોઈએ. તેમજ બસ માં બેસેલા મુસાફરો ની કાળજી ની પણ જવાબદારી બનતી હોય છે. જે અકસ્માત અંગે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.