પારડી
પારડી શહેરના શ્રોફ સ્થિત ખાતે આજરોજ શ્રી કલેક્શન નામની જનરલ સ્ટ્રોરમાં એક અજાણી વ્યક્તિ આવી તેમણે દુકાનદાર પાસે ઠંડપીણાં , દુધથેલી બિસ્કિટ પેકેટ ,પાણીની બોટલ વગેરે વસ્તુ જોઈએ છે એમ કહી સામાન કઢાવ્યો હતો અને અન્ય સામાન લેવા જામ છું કહી ગોળ ગોળ વાતો કરી દુકાનદાર ને ત્યાંથી બજાર તરફ નીકળી ગયો હતો બાદ માં પરત અજાણ્યો વ્યક્તિ આવ્યો અને છૂટા રૂપિયા નથી એમ દુકાનદાર જગદીશભાઈ ને જણાવી રૂ.180 લઈને બાજુની દુકાનમાં ઊભો એક યુવાન નો મોબાઈલ પણ અજાણ્યા વ્યક્તિ એ માંગી કીધું કે અરજન્ટ ફોન કરી ને આપુ એમ કહી અજાણ્યો વ્યક્તિ ત્યાંથી મોબાઈલ પર વાત કરતો નીકળી ગયો હતો અને પરત ન ફરતા આ રૂ શાકભાજી વાળાને ચુકવવાના છે અને રીક્ષાભાડું ચૂકવવાનું છે એમ કરી રૂપિયા પડાવ્યા હતા આ સાથે બીજા અન્ય એક ભાઈ ને પણ વાતોમાં ભોળવી એક ફોન કરવા આપો મારા ફોનનું ચારજીગ ઓછું છે એમ કરી માગ્યો હતો અને થોડી વારમાં મોબાઈલ ફોન હાથમાંથી લઈ ફરાર થઈ ગયો હતો દુકાનદારે જગદીશભાઈ જણાવ્યું હતું કે કોઈ ચીટર વ્યક્તિ હોય શકે અને આજે અમારે ત્યાં ઓછું ગયું પણ બીજી કોઈ જગ્યા પર આવું ન થાય એ ધ્યાનમાં રાખજો હોવાનું જણાવ્યું હતું