પારડી મામલતદાર કચેરીના બાજુમાં આવેલ નોટરી વકીલ ની ઓફિસ ના પાછળ ના ભાગે દુનિયાનો સૌથી ઝેરી સાપ રસલ વાયપર નામના ઝેરી સાપ પારડી જીવ દયા ગ્રુપનાસભ્ય એ પકડી પડતા ઓફિસ સ્ટાફ ભય મુક્ત થયા હતા નિલેશભાઈ ભંડારી ની ઓફિસ ના પાછળ અચાનક આજરોજ ઝેરી સાપ રસલ વાયપર દેખાઈ આવતા તાત્કાલિક જીવ દયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારી ને ફોન કરતાં અલી અન્સારી એ જીવ દયા ગ્રુપના મેમ્બર વિશાલ ભરતીયા ને મોકલી આપ્યો હતો વિશાલ ભરતીયા એ સાવચેતી પૂર્વક ઝેરી સાપ ને પકડી પડ્યો હતો ઝેરી સાપ પકડાઈ જતાં નિલેશ ભંડારી સહીત તેમના સ્ટાફો એ રાહતનો દમ લીધો હતો નિલેશભાઈ એ જીવ દયા ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો