પારડી,
પારડી મામલતદાર કચેરી પાસે હાઈવે પર સલવાવ થી ચણવઇ જતા બાઈક સ્લીપ થતા એડવોકેટ ગાંગુલી સહિત બે યુવાન ના મોત નિપજ્યા હતા. પારડી થી 4 મિત્રો બે બાઈક પર કબાબ ખાવા સલવાવ ગયા પણ મામા કબાબીશ હોટલમાં ગયા હતા. જ્યાં ભીડ જોઈ ચારેય મિત્રો અતુલ ચણવાઈ વલસાડની એક હોટલમાં કબાબ ખાવા જતા પારડીમાં અકસ્માત નડતા બાઈક સ્લીપ થતા હાઈ વે પર ફેકાયા હતા. તે દરમ્યાન પાછળથી આવતા અજાણ્યા વાહનની અડફેટે ચઢતા અમદાવાદના એડવોકેટ હીરક ગાંગુલી અને પારડીના પ્રશાંત રાજપુરોહિત નું મોત નીપજતા પરિવાર અને મિત્રવર્તુળ માં શોક ની લાગણી છવાઈ ગઈ હતી.
પારડી થી ગતરાત્રીના દસ વાગ્યાના સુમારે બે બાઈક પર ચાર મિત્ર પ્રશાંત રાધાકૃષ્ણ શર્મા રહે. રતનવાડી, સ્ટેટ બેન્ક ની ગલીમાં પારડી, હીરક પ્રોબિરભાઈ ગાંગુલી રહે અમદાવાદ, અભિષેક કપ્તાનસિંગ રાજપૂત અને પ્રશાંત ભવરસીંગ રાજપુરોહિત રહે. પારડી નારાયણ ચેમ્બર્સ જ્યોતિ હોસ્પિટલ ના સામે ચાર મિત્રો વાપી સલવાવ ખાતે મામા કબાબ હોટલમાં જમવા માટે ગયા હતા, મામા કબાબીશ હોટલમાં ભીડ જોય ચણવાઈ વલસાડની હોટલમાં કબાબ ખાવા જતા હતા. તે દરમ્યાન પલ્સર બાઈક નંબર GJ 15 BF 8644 પર પ્રશાંત રાજપુરોહિત અને હીરક ગાંગુલી સાથે બાઈક ત્રીજા ટ્રેક ઉપર સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો ત્યારે પાછળથી આવતા અજાણ્યા વાહનચાલકે હીરક ગાંગુલી અડફેટે આવતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રશાંત રાજપુરોહિતને માથા તેમજ પગમાં ગંભીર ઈજા પહોંચતા પ્રથમ પારડી સરકારી હોસ્પિટલ ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો, ત્યાંથી વધુ સારવાર અર્થે સુરતની કિરણ હોસ્પિટલ ખાતે પ્રશાંત સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં આજરોજ સવારના પ્રશાંત રાજપુરોહિત નું મૃત્યુ થયું હતું. બંને યુવાન મિત્રો ના મૃત્યુ ના સમાચાર થી પરિવાર અને વકીલમિત્રો માં શોક ની લાગણી છવાઈ ગઈ હતી. ઘટના અંગેની જાણ તેના મિત્ર પારડી ના પ્રશાંત રાધાક્રિષ્ના શર્માએ અકસ્માત ની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઇ કે.એમ.બેરિયા એ હાથ ધરી હતી.