પારડી બજારમાં શાકભાજી માર્કેટ પાસે એક બળદ બેભાન હાલત માં હોવાની જાણ થતા ગૌરક્ષક ની ટીમે સ્થળ પર પહોંચી તબીબ ને બોલાવી સારવાર આપી બળદ ને જીવનદાન આપ્યું હતું. પારડી શાકભાજી માર્કેટ પાસે સ્થાનિક અમિતભાઇ રાણા નો ગૌરક્ષક કીર્તિભાઇ પર ફોન આવતા તેઓએ જણાવ્યું હતું કે એક બળદ બેભાન હાલત માં પડી છે.
જેની જાણ થતા તાત્કાલિક ગૌરક્ષક કાંતિ માલી ની ટીમ સ્થળ પર પહોંચી હતી. બળદ ને તપાસ કરતા રાત્રીના કોઈક ગૌતસ્કરો એ ઇન્જેક્શન માર્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી રામપોરના તબીબ મુકેશભાઈ પટેલને સંપર્ક કરતા તેઓ આવી પહોંચી બળદ ને સમયસર સારવાર મળતા જીવનદાન આપ્યું હતું. ગૌરક્ષક અને માલધારી ભાઈઓ એ જણાવ્યું હતું કે રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ વધારે અને આવા ગૌતસ્કરી કરતા સામે કડક પગલાં ભરે એવી માંગ કરી હતી. તેમજ ગામડાઓ ના લોકો પશુઓને રખડતા છોડી મુકતા તેઓ પણ પશુઓ પર ધ્યાન દોરવા અપીલ કરી હતી જેથી માર્ગ અકસ્માત થતા અટકી શકે.