થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઇ રાજ્યની પોલીસ વડા એ કેટલાક દિવસ થી ચુસ્ત બંદોબસ્ત નો આદેશ જારી કરી ગુજરાત બોર્ડર પર નાકાબંધી ગોઠવી હતી. જેમાં ગુરુવાર અને આજરોજ શુક્રવાર ના પારડી તાલુકા કલસર પોલીસ ચેકપોસ્ટ પર દમણ થી દારૂ ધિચી ને આવતા પીધ્ધરો ને પકડવા માટે સ્પેશિયલ પોલીસ બસ રાખવામાં આવી હતી. જેમાં પારડી પ્રજાપતિ લગ્ન નો હોલ થર્ટી ફર્સ્ટ ના દિવસે દમણ થી દારૂ પી ને આવતા પીધ્ધરો માટે સબજેલ બન્યો છે.
જેમાં દમણ થી ગુજરાત માં આવતા લોકોને પોલીસ ચેકીંગ કરી જેઓ દારૂ પીધેલા હોય તેઓને પારડી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા એને કલસર પોલીસ ચેકનાકા પર દિવસભર પિધ્ધરો ને પકડવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો ત્યારે ૩૧ મી ડિસેમ્બરના રોજ પીધેલાઓને પકડવા માટે સ્પેશિયલ બસ બોલાવવામાં આવી છે જેમાં પકડાયેલા 170 જેટલા નશાખોરો ને પારડી પોલીસ મથકે આરોપીઓને રાખવા માટે વ્યવસ્થા નર હોવાના કારણે તેઓને પારડી પ્રજાપતિ હોલ માં પીધેલાઓને રાખવામાં આવ્યા હતા. દારૂ પીધેલા ને કાયદેસર ની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર પોલીસ ચેકીંગ પારડી પોલીસે સિનિયર પીએસઆઇ અને પીએસઆઇ મહેતાની રાહબરી હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિયમ મુજબ દારૂ પીધેલી હાલતમાં લોકોને કરવાની કામગીરી હાથ ધરી છે. તેઓને પોલીસે મેડિકલ ની ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ ગુનો દાખલ કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશો કરનારા માં ફફડાટ વ્યાપી ગયો હતો.