પારડી તાલુકા પંચાયત કચેરી ના સામે આજ રોજ ગુરુવારના પારડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે ધરણા કાર્યક્રમમાં અંદાજે 100 જેટલા શિક્ષકોની હાજરીમાં પારડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પારડી તાલુકા પ્રાથમિક શિક્ષણના અગ્રણી અર્જુનભાઈ પટેલ, જગદીશભાઇ પટેલ, સહિત શિક્ષક ભાઈ-બહેનો એકત્રિત થયા હતા. અને પારડી તાલુકા પંચાયત કચેરી સામે વલસાડ જિલ્લા શિક્ષણ સંઘ ની ગાઈડલાઈન મુજબ ધરણા પ્રદર્શન કર્યું હતું. નવી પેન્શન યોજના બંધ કરીને જૂની પેન્શન યોજના સરકાર શરૂ કરે એ માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા. પગારપંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા, જુદા નામથી રાજ્યોમાં ફરજ બજવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી, શિક્ષણનીતિ -૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દૂર કરવી,ગુ.રા.પ્રા.શિ.સંઘની મુખ્ય માંગણીઓ, એસ.પી.એલ. રજા બાબતે નિર્ણય થવા બાબત, વગેરે પ્રશ્નો ને લઇ પારડી તાલુકા શિક્ષણ સંઘ દ્વારા આજરોજ એક દિવસીય ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો માગણી પૂર્ણ નહીં થાય તો જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ ધરણા પ્રદર્શન કરવાનું શિક્ષકો એ જણાવ્યું હતું.