પારડી,
પારડી જીઆઇડીસી માં આવેલ એફ.એફ. એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આજરોજ બુધવાર ના સાંજના 4 વાગ્યાના સુમારે શોર્ટ-સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના વેસ્ટેજ માં આગ પ્રસરતા ઘટના ની જાણ પારડી નગર પાલિકા ના ફાયર ફાયટર ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી પાણી નો મારો ચલાવી આગ ને કાબુમાં કરી હતી. જો કે સીટ કવર બનાવતી કંપનીમાં આગ લાગતા સદનસીબે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. પોલીસ ને જાણ થતા તેઓ સ્થળ પર આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. કંપની સંચાલકો ના જણાવ્યા મુજબ શોર્ટ-સર્કિટ ના કારણે લાગી હોવાનું જણાવ્યું હતું. અને પાલિકા ની ટીમે આગને કાબુમાં લેતા રાહતનો દમ લીધો હતો.