પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકોનાં મોત નીપજ્યાં છે. સેના તરફથી સમાચાર મળ્યા છે કે, હુમલો હરનાઈ જિલ્લામાં થયો હતો.
ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશનનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શનિવારે મોડીરાતે પ્રાંતના હરનાઈ ક્ષેત્રમાં બળવાખોરોએ ફ્રન્ટિયર કોર્પ્સ ચોકી પર ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં સાત પાકિસ્તાની સૈનિકોનાં મોત નીપજ્યાં છે.
નોંધનીય છે કે, ઓક્ટોબરમાં સેનાના કાફલા પર થયેલા હુમલામાં 14 સુરક્ષા કર્મીઓ અને 7 ફ્રન્ટીયર કોર્પ્સના જવાન શહીદ થયા હતા.