Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનનો વધુ એક ખુલાસો બાજવાને લાગતું કે પાક. સેના ભારત સામે લડી શકે એમ નથીઃ ઈમરાન
    Uncategorized

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનનો વધુ એક ખુલાસો બાજવાને લાગતું કે પાક. સેના ભારત સામે લડી શકે એમ નથીઃ ઈમરાન

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને વધુ એક સ્ફોટક ખુલાસો કરીને પૂર્વ આર્મી ચીફ જનરલ બાજવા પર નિશાન સાધ્યુ છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાને કહ્યુ હતુ કે, જનરલ બાજવા મને ઘણી વખત કહેતા હતા કે, પાકિસ્તાનની સેના ભારત માટે યુધ્ધ માટે તૈયાર નથી.
    તેમણે આગળ કહ્યુ હતુ કે હું પીએમ થયો ત્યારે મને ખબર હતી કે મારે સેના સાથે મળીને કામ કરવાનુ છે અને શરૂઆતમાં અમારી વચ્ચે તાલમેલ પણ સારો રહ્યો હતો પણ જ્યારે મેં જનરલ બાજવાને વધારે છૂટ આપી ત્યારથી તકલીફોની શરૂઆત થઈ હતી. આ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી.
    ઈમરાનના જણાવ્યા અનુસાર તે પછી જનરલ બાજવા બદલાઈ ગયા હતા. હું કાયદો અને વ્યવસ્થાનુ શાસન ઈચ્છતો હતો અને મેં અનુભવ્યુ હતુ કે, બાજવા ના ઈચ્છે ત્યાં સુધી હું કશું કરી શકવાની સ્થિતિમાં નહોતો. દેશના પાવરફુલ લોકો સાથે બાજવા પહેલેથી સોદાબાજી કરી રહ્યા હતા. અમારી પહેલી પ્રાથમિકતા દેશની ઈકોનોમી હતી . છેલ્લા ૧૭ વર્ષના શાસનમાં મારી સરકારે આ મોરચા પર સારૂ પ્રદર્શન કર્યુ હતુ પણ એક તબક્કે જનરલ બાજવાએ પલટી મારી દીધી હતી અને વિરોધીઓના ખોળામાં બેસી રહ્યા હતા.
    ભારત સાથેના સબંધો પર ઈમરાને કહ્યુ હતુ કે, હું લશ્કરી કાર્યવાહીથી પ્રશ્નો ઉકેલવામાં માનતો નથી. હું યુધ્ધના વિરોધમાં છું. ભારતે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જાે સમાપ્ત કરી દીધો તેવા સંજાેગોમાં પાકિસ્તાન પાસે તમે શું આશા રાખી શકો છો…આ પહેલા મેં ભારત સાથે સબંધો સુધારવા માટે પ્રયત્નો કર્યા હતા.
    મે પહેલા જ કહ્યુ હતુ કે, ભારત એક ડગલુ આગળ વધશે તો અમે બે ડગલા આગળ વધીશું પણ મારી પાસે ભારતે ૩૭૦મી કલમ હટાવ્યા બાદ કોઈ રસ્તો બચ્યો નહોતો.
    ઈમરાને એક સવાલના જવાબમાં કહ્યુ હતુકે, બાજવા મારી સાથે વાતો કરતા હતા કે પાકિસ્તાની સેના કમજાેર થઈ ગઈ છે, ટેન્કો કાટ ખાઈ રહી છે અને ટેન્કો માટે ફ્યુલની પણ તંગી છે. પણ સેના પ્રમુખ તરીકે આ પ્રકારના નિવેદન આપવા એ પણ મૂર્ખામી છે. તેઓ ઘણી વખત આ પ્રકારની વાતો મારી સાથે કરતા હતા પણ તેમણે પત્રકારો સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવી જાેઈતી નહોતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    YouTube માં નવું ફીચર: વીડિયો શેરિંગ માટે બીજી કોઈ એપની જરૂર નથી

    November 20, 2025

    Venue 2025: પહેલા કરતાં વધુ શૈલી, વધુ ટેકનોલોજી અને વધુ સારી આરામ

    November 4, 2025

    Diwali 2025: તહેવારો અને લગ્નોથી વ્યવસાયમાં વધારો થશે: 7.58 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ટર્નઓવરની અપેક્ષા

    October 15, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.