મે ક્યારેય બે વર્ષના બાળકને સિગરેટ પીતા જાેયું છે? સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના યુગમાં એવી એવી તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે જેને પર વિશ્વાસ કરવો ભલે સરળ ન હોય પરંતુ તે ખરેખર સાચું હોય છે. અખબારો અને મેગેઝીનની અજબ ગજબ કોલમમાં પણ તમે ક્યારેય આવા સમાચાર નહીં વાંચ્યા હોય. વાત જાણે એમ છે કે કોઈ બાળક સ્મોકિંગ કરે તે સાંભળીને નવાઈ તો લાગે જ. આ બાળકને સ્મોકિંગની લત એ હદે હતી કે તે એક દિવસમાં અજાણતા જ બેથી ચાર ખોખા એટલે કે ૪૦ સિગરેટ પી જતો હતો. આ ચોંકાવનારી કહાની ઈન્ડોનેશિયામાં રહેતા બાળક આર્ડીની છે જે થોડા વર્ષ પહેલા અચાનક જ ખુબ ફેમસ થઈ ગયો હતો. આ વાત એકદમ સાચી છે કારણ કે તેની પુષ્ટિ ખુબ બાળકે જ મોટા થયા બાદ કરી છે. જાે કે શરૂઆતમાં સ્મોકિંગની તસવીરો જાેવા છતાં લોકોને તેના પર વિશ્વાસ નહતો આવતો. અનેક લોકો કહેતા હતા કે આ તસવીરો ફક્ત મજાક છે જે કોઈ સોફ્ટવેર દ્વારા એડિટ કરાઈ છે.
એક રિપોર્ટ મુજબ આર્ડીના માતા પિતાની બેદરકારીના કારણે તેની સાથે આવું બન્યું. જ્યારે તે ૧૮ મહિનાનો હતો ત્યારે તેના પિતાએ મજાકમાં જ તેને સિગરેટ પીવા માટે આપી. પિતાએ આવું વારંવાર કર્યું અને ધીરે ધીરે બાળકને સિગરેટની આદત પડી ગઈ. જેમ જેમ બાળકે તેની સિગરેટ પીવાની આદતને સંપૂર્ણ રીતે છોડી તો તેનું માથું ભારે રહેવા લાગ્યું હતું અને ખુબ અસહજતા લાગતી હતી. તેને હંમેશા ચક્કર જેવું લાગતું હતું. સિગરેટ છોડતા જ તેની ભૂખ વધી ગઈ અને ફાસ્ટ ફૂડ વધુ ખાવા લાગ્યો. માત્ર ૫ વર્ષની ઉંમરે આ બાળકનું વજન ખુબ વધી ગયું એટલે કે નાની ઉંમરમાં જ તે મેદસ્વી બની ગયો. ૫ વર્ષની ઉંમરે તેનું વજન ૨૨ કિલો થઈ ગયું હતું. ઈન્ડોનેશિયાના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ મામલાને ગંભીરતાથી લીધો અને બાળકની સિગરેટની લત છોડાવવામાં મદદ કરી. છેલ્લીવાર આર્ડીનો ફોટો ૪ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૭માં વિદેશી પત્રકારે ખેંચ્યો હતો. જેમાં તે સંપૂર્ણ રીતે બદલાયેલો હતો. જાે કે તેનો હાલનો લેટેસ્ટ ફોટો તો કોઈની પાસે નથી પરંતુ સિગરેટ છોડ્યાના કેટલાક વર્ષો બાદની તસવીરોમાં તે બાળક ખુબ સ્વસ્થ લાગતો હતો. આ અગાઉ વર્ષ ૨૦૧૦માં અચાનક જ આર્ડીના વીડિયોએ દુનિયામાં સનસનાટી મચાવી દીધી હતી અને ઈન્ડોનેશિયાના પ્રસાસને બાળકને સુધારવાની જવાબદારી માથે લીધી હતી. વર્ષ ૨૦૧૩માં આર્ડીની માતા ડીએનએ કહ્યું કે જ્યારે તેણે શરૂઆતમાં સ્મોકિંગ છોડ્યું તો તે રમકડાં ખરીદવાની ખુબ જીદ કરવા લાગ્યો હતો. જાે તેને રમકડું ન અપાવો તો તે માથું પછાડતો હતો અને પોતાને ઘાયલ કરી નાખતો હતો.