‘મેં ત્રણ મર્ડર કર્યાં છે, તું છૂટાછેડા નહીં આપે તો હું તારું પણ મર્ડર કરી નાખીશ!’ તેમ કહીને યુવતી પર તેના પતિ અને પરિવાર દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકનાં અગાઉ લગ્ન થઇ ગયાં હોવા છતાંય તેણે પીડિત યુવતી સાથે બીજાં લગ્ન કરી લીધાં હતાં. લગ્ન જીવન દરમિયાન પતિ તેને કેબલથી મારતો હતો અને જ્યારે તેની પહેલી પત્ની પણ યુવતીને માર મારીને ધમકી આપતી હતી. સતત મળતી ધમકી અને ત્રાસથી કંટાળીને આખરે આ યુવતીએ ઉંદર મારવાની દવા પીધા બાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં તેની હાલત ખૂબ ગંભીર હોવાનું જાણવા મળે છે.
ખોખરા વિસ્તારમાં રહેતી જયા (નામ બદલ્યું છે)એ ખોખરા પોલીસ સ્ટેશનમાં પતિ રાજન ઉર્ફે રાજા વેગડા, અક્ષય વેગડા, રમેશ વેગડા અને તૃષાબહેન વેગડા વિરુદ્ધ મારામારી તેમજ ધમકીની ફરિયાદ કરી છે. જયા છેલ્લા ત્રણ મહિનાથી પોતાનાં માતા પિતા સાથે રહે છે અને તેને ખેંચની બીમારી હોવાથી તેણે વિરમગામ ખાતેની નોકરી છોડી દીધી હતી. સાતેક વર્ષ પહેલાં જયાની હાટકેશ્વર ખાતે રહેતા રાજન વેગડા સાથે મુલાકાત થઇ હતી. જયા અને રાજન એકબીજા સાથે ફોન પર વાતચીત કરવા લાગ્યાં હતાં. રાજન અને જયા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારે રાજનને જયાની સોસાયટીમાં રહેતી તૃષા પરમાર નામની યુવતી સાથે પણ મિત્રતા બંધાઇ હતી.
રાજન અને તૃષાની મિત્રતાની જાણ જયાને થતાં તેણે તૃષા જાેડે સંબંધ રાખવાનીના પાડી દીધી હતી. જયાના કહેવાથી રાજને તૃષા સાથે સંબંધ તોડી નાખ્યો હતો ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ વધુ મજબૂત થઇ ગયો હતો. રાજને જયા સાથે ૨૯ નવેમ્બર ૨૦૨૧માં મીરજાપુર કોર્ટમાં લગ્ન કરી લીધાં હતાં. જયાએ કોર્ટ મેરેજ કરી લીધાં