શુક્રવારે વહેલી સવારે, સર્ચ ઓપરેશન દરમિયાન બીએસએફ ના જવાનો એ ગુરદાસપુર નજીકના સરહદી વિસ્તારમાંથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ બીએસએફના 89 બટાલિયન જવાનો, ગુરદાસપુરના કલાનૌરમાં બીઓપી મેતલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન, સૈનિકોએ ભારતીય સીમાના એક ગામ હરવાલ ના પોલ્ટ્રી ફાર્મ નજીક એક શંકાસ્પદ વ્યક્તિ ફરતો જોયો. પકડાયેલા યુવકની ઓળખ પાકિસ્તાનના નારોવાલ જિલ્લાના ભૂરેવાલ ગામનો રહેવાસી શાબાદ ખાન તરીકે થઈ છે.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિ પાકિસ્તાનની સરહદે આવેલા રવિ દરિયા ના રસ્તા દ્વારા, ભારતીય સરહદ માં આવ્યો હતો. આરોપી પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.