અમદાવાદ ખાતેના દરજી સઈ સુથાર વઢિયાર ગોળ સમાજના ચાંદલોડિયા પ્રખંડ ઝોનમાં સીમાડાના પ્રતિનિધિ નક્કી કરવા માટેની મીટીંગ સમાજના ઇષ્ટદેવ શ્રી ત્રિકમજી ભગવાન અને વિશ્વકર્મા દેવની અસીમ કૃપાથી રાખવામાં આવેલ, જેમાં, સૌ સભ્યોની ઉપસ્થિતિમાં શ્રી દેવરામભાઈ ડુંગરભાઇ સુથારની સવાઁનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી. સમગ્ર સંચાલન (કવિ) શ્રી પંકજ દરજી”શિલ્પી’ દ્વારા કરવામાં આવ્યું હતું.ચાંદલોડિયા પ્રખંડના સભ્યો-વડીલો શ્રી અમૃતભાઈ,નરસિંહભાઈ,મુકેશભાઈ,વિનુભાઈ,બાબુભાઈ,હષઁદભાઈ,રતિલાલ,રાજુભાઈ,રસિકભાઈ,ભાઈલાલભાઈ,ગુણવંત,બિપિનભાઈ,ભરતભાઈ, પ્રવિણ ભાઈ,હસમુખભાઈ, મેહુલભાઈ,અનિલભાઈ,પ્રકાશ ભાઈ તથા પૂવઁ પ્રતિનિધિ જનકભાઈ,મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.સવેઁ તથા સુરેલા પરિવાર તરફથી નવ નિયુકત પ્રતિનિધિને હાદિઁક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.