અમદાવાદમાં સરકારી ગોડાઉનોમાં કોમ્પ્યુટરની સિસ્ટમો અપગ્રેડ કરવાની હોવાના પોકળ દાવા નીચે સસ્તા અનાજની દુકાનોમાં અનાજ અને ખાંડનો જથ્થો પહોચી નાં શક્યો જેના કારણે નવા વર્ષના પહેલા દિવસે જ રેશન કાર્ડ ધારકો અનાજ અને ખાંડ મેળવવાથી વંચિત રહી ગયા છે, જેના કારણે રેશનીંગ ની દુકાનોમાં ઓનલાઈન સ્ટોક ઝીરો બતાવતા બચતના જથ્થાનું રાશન પણ દુકાનદાર વિતરણ શક્યા નથી. સસ્તા અનાજની દુકાનના એસોસીએશન દ્વારા ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં સરકારી ગોડાઉનના અધિકારીઓ દ્વારા સિસ્ટમને વધુ સારી રીતે પારદર્શક બનાવવા માટે સીસ્ટમ અપગ્રેડેશન નું બહાનું આગળ ધરીને છટકવા માંગે છે. દર મહીને રાશનનું અનાજ મેળવતા પરિવારોને એક દિવસ માટે ઉપવાસ કરવાનો વારો આવ્યો છે, તેમ ગ્રાહકો ની ફરિયાદમાં જણાઈ આવ્યું છે.