નવું વર્ષ ૨૦૨૨ આવવાનું છે, પરંતુ ઓમિક્રોનના ભય વચ્ચે ઉજવણી નહીં પણ ડરનો માહોલ સર્જાયો છે. ભારત સહિત સમગ્ર વિશ્વની આ હાલત છે. નિષ્ણાતો માસ્ક પહેરવા અને ભીડથી દૂર રહેવા માટે કહી રહ્યા છે. તે સ્પષ્ટ છે કે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં ઘોર બેદરકારી સામે આવી શકે છે. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજાેપતિ બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે ઓમિક્રોન વેરિયન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકો હવે રોગચાળાના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશી શકે છે.
તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ આપણા બધાના ઘરે દસ્તક આપવાનું છે. ગેટ્સે ટ્વીટ કર્યું કે તેમણે પોતાના મોટાભાગના વેકેશન પ્લાન કેન્સલ કર્યા છે કારણ કે તેમના નજીકના મિત્રો ઝડપથી કોરોનાવાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે.
ગેટ્સે મંગળવારે મોડી રાત્રે ટિ્વટ કર્યું, જ્યારે એવું લાગતું હતું કે જીવન સામાન્ય થઈ જશે, ત્યારે આપણે રોગચાળાના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. ઓમિક્રોન આપણા બધાના ઘરોમાં દસ્તક આપશે. મારા નજીકના મિત્રો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને મેં મારા મોટાભાગના વેકેશન પ્લાન કેન્સલ કરી દીધા છે.’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના ડાયરેક્ટર પહેલા જ કહી ચૂક્યા છે કે જીવન સમાપ્ત કરવા કરતાં રજાઓ કેન્સલ કરી દઈએ.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકામાં ઓમિક્રોનના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે.
અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૭૩ ટકા નવા કેસ પહોંચી ગયા છે. ગેટ્સે કહ્યું, ‘ઓમિક્રોન વેરિયન્ટ અગાઉના કોરોના વાયરસ વેરિઅન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે ટૂંક સમયમાં વિશ્વના દરેક દેશને ઘેરી લેશે. જ્યાં સુધી તેના વિશે વધુ માહિતી બહાર ન આવે ત્યાં સુધી આપણે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. ભલે તે ડેલ્ટા વેરિયન્ટ કરતાં ઓછો ઘાતક હોય, પરંતુ તેની દસ્તકને કારણે કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે.
યુકેમાં ઓમિક્રોનના ૩૭,૦૦૦થી વધુ પુષ્ટિ થયેલા કેસો છે, જેમાં મોટાભાગના કેસો છેલ્લા બે-ત્રણ દિવસમાં મળી આવ્યા છે અને ૧૨ મૃત્યુ થયા છે. ભારતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે નવો કોરોના વેરિયન્ટ ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ત્રણ ગણો વધુ ચેપી છે. ગેટ્સે એક ટિ્વટમાં કહ્યું, ‘કેટલાક મહિના ખરાબ હોઈ શકે છે, પરંતુ હું માનું છું કે જાે આપણે યોગ્ય પગલાં લઈશું તો ૨૦૨૨માં મહામારીનો અંત આવી શકે છે.