જાે રાજ્ય સરકારની ઈચ્છા પ્રમાણે બધું થયું તો આગામી વર્ષે રસ્તાની સામે ઓછામાં ઓછો એક સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરાશે અને તેની ફીડ લોકલ પોલીસને સોંપાશે કે જેથી ગુનાઓ પર અંકુશ લગાવી શકાય અને વધતી ગુનાખોરીને અટકાવવા માટે ફીડના આધારે તપાસ કરી શકાય. આ માટે આગામી વર્ષેની શરુઆતમાં કાયદો બનાવવામાં આવી શકે છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે કેટલાક સિનિયર IAS અને IPS અધિકારીઓ દ્વારા આપણી આસપાસની ઘટનાઓ પર નજર રાખવા માટે ડ્રાફ્ટ તૈયાર કરાઈ રહ્યો છે.
જેમાં સીસીટીવી કેમેરા દ્વારા સરકારી અને ખાનગી બિલ્ડિંગના વિસ્તાર પર નજર રાખી શકાય. આ ડ્રાફ્ટ લગભગ બજેટ સેશન દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે. આ બાબતને લઈને ચાલી રહેલી કામગીરી અંગે નજીકના સૂત્રો જણાવે છે કે, હવે કોમર્સિયલ જગ્યા પણ સીસીટીવીથી કવર થાય તે અંગેની કામગીરી પોલીસ નજર હેઠળ થશે, જ્યાં સ્ટાન્ડર્ડ સીસીટીવી લગાવવાના રહેશે. આ પ્રસ્તાવિત કાયદામાં રહેણાક સોસાયટી અને કોલોનીને પણ જાેડવામાં આવી છે. પોલીસની સાથે આ કાયદામાં શહેરી વિકાસ, માર્ગ અને મકાન જેવા વિભાગોને પણ જાેડવામાં આવી શકે છે. સરકાર દ્વારા એ સૂનિશ્ચિત કરવા માટે કાયદાકીય સલાહ પણ માગી છે કે આ પ્રસ્તાવિત કાયદાને કોર્ટમાં પડકારવામાં ના આવે.