ગુજરાત રાજ્યના અમદાવાદ જીલ્લાના ધોળકાનાં મામલતદાર હાર્દિક ડામોર ગામની જમીનમાં નામ દાખલ કરવા માટે રૂપિયા 25 લાખની લાંચ લેવાના ACB દ્વારા ગોઠવાયેલા છટકામાં ફસાઈ ચુક્યા છે, ACB દ્વારા હાર્દિક ડામોરની ઓફિસમાં દરોડો પાડીને રૂપિયા 20 લાખ પકડી પાડ્યા છે અને બાકીના રૂપિયા 5 લાખ એક વચેટીયા પાસેથી પકડી પાડ્યા હતા, કહેવામાં આવે છે કે ACB દ્વારા મામલતદાર હાર્દિક ડામોર વિરુદ્ધ જમીનમાં નામ દાખલ કરવા માટે રૂપિયા 25 લાખની લાંચ માંગી હતી તેવી બાતમી મળી હતી, જેથી એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને દરોડો પાડ્યો ત્યારે લાંચ લેતા મામલતદાર હાર્દિક ડામોર ઝડપાઈ ગયા હતા. કહેવામાં આવે છે કે હાર્દિક ડામોરના પિતા પણ પૂર્વ એસપી રહી ચુક્યા છે અને તેના ભાઈ તામીલનાડુમાં આઈજીપી લેવલના અધિકારી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ધોળકાના મોજે બદરખાની સીમમાં આવેલી જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડુતથી બિનખેડૂતની જમીનને ફરીથી ખેડૂત કરવા માટે મામલતદાર હાર્દિક ડામોરે 25 લાખ રૂપિયા ની લાંચ માગી હતી, આ રકમની માંગણી અંગેની ફરિયાદ મળતા છટકું ગોઠવવામાં આવ્યું અને તેમાં મામલતદાર હાર્દિક ડામોર અને વચેટીયો ACB નાં છટકામાં લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.