કોલંબો, 1નવી દિલ્હી,19 જુલાઈ ભારતીય કેપ્ટન શિખર ધવને, શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં 86 રનની શાનદાર અણનમ ઇનિંગ રમીને વિશેષ સિદ્ધિ મેળવી હતી.
ધવને તેની અડધી સદીની ઇનિંગની મદદથી, વન ડે ક્રિકેટમાં 6 હજાર રન પૂરા કર્યા હતા. આ બાબતે, તેણે વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી વિવિયન રિચાર્ડ્સને પાછળ છોડી દીધો હતો. ધવને તેની 140 મી વનડે ઇનિંગ્સમાં, 6000 રન પૂરા કર્યા હતા, જ્યારે રિચાર્ડ્સે તેની 141 મી ઇનિંગમાં આ સ્કોર મેળવ્યો હતો. સૌથી ઝડપી 6 હજાર વનડે રન બનાવવાનો રેકોર્ડ, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર હાશિમ અમલા (123) ના નામે છે. જ્યારે વિરાટ કોહલી (136) બીજા અને ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન (139) ત્રીજા સ્થાને છે.
આ સિવાય ધવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ, તેના 10,000 રન પૂરા કરી ચૂક્યો છે. આ મેચમાં પ્રવેશ કરતા પહેલા ધવનના ખાતામાં 9965 રન હતા. 35 રન સાથે, આ બેટ્સમેન 10,000 રનનો આંકડો પણ પાર કરી લીધો છે.
આપને જણાવી દઈએ કે, પ્રથમ મેચમાં શ્રીલંકાના નવા કેપ્ટન શનાકાએ, ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 36.4 ઓવરમાં, 3 વિકેટના નુકસાન પર પોતાનુ લક્ષ્ય મેળવ્યુ હતુ.