દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 99 લાખ ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22,889 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 99,79,447 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 338 લોકોનાં મોત થયાં. આ સાથે, આ રોગથી કુલ મૃત્યુઆંક 1,44,789 પર પહોંચી ગયો છે.
શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં 3,13,831 સક્રિય દર્દીઓ છે. રાહતની વાત છે કે, કોરોનાના 95,20,827 દર્દીઓ અત્યાર સુધી માં સ્વસ્થ બન્યા છે. જ્યારે દેશનો સ્વસ્થ થવાનો દર વધીને 95.40 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં 11 લાખથી વધુ પરીક્ષણો
દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 લાખથી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આઇસીએમઆર અનુસાર, 17 ડિસેમ્બરના રોજ 11,13,406 પરીક્ષણો લેવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 15,89,18,646 પરીક્ષણો લેવામાં આવ્યા છે.