દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ અને 1 લાખ ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,712 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1,01,23,778 થઈ ગઈ છે, જ્યારે કોરોનાથી 312 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1,46,756 પર પહોંચી ગયો છે.
ગુરુવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, દેશમાં 2,83,849 સક્રિય દર્દીઓ છે. રાહતના સમાચાર એ છે કે, કોરોનાના અત્યાર સુધીમાં 96,93,173 દર્દીઓ સ્વસ્થ થયા છે અને દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 95.74 ટકા થયો છે.
24 કલાકમાં 10 લાખથી વધુ પરીક્ષણો:
દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 લાખ થી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આઈસીએમઆર અનુસાર 23 ડિસેમ્બરે 10,39,645 પરીક્ષણો કરાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 16,53,08,366 પરીક્ષણો લેવામાં આવ્યા છે.