તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાર પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો
દેશમાં કોલસાનું સંકટ ચાલી રહ્યું છે. વધુ પડતા વીજળી ઘરોમાં હવે ૪ દિવસથી પણ ઓછા સમયનો સ્ટૉક બચ્યો છે. આ વચ્ચે રવિવારે ઉર્જા મંત્રી આરકે સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાર પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.આરકે સિંહે દાવો કર્યો કે, વીજળીનું કોઈ સંકટ નથી અને કોલસાનો પૂરતો સ્ટૉક છે.આરકે સિંહે કહ્યું કે, કાલે સાંજે દિલ્હીના ઉપરાજ્યપાલે સંભવિત વીજળી સંકટને લઇને મુખ્યમંત્રીને લખેલા પત્રને લઇને મને વાત કરી. મેં તેમને જણાવ્યું કે અમારા અધિકારીઓ પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે અને એવું નહીં થાય.
તેમણે કહ્યું કે, આજ મેં બીએસઆઇએસ,એનટીપીસી અને વીજળી મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. હું તમને જણાવી રહ્યો છું કે, કોઈ સમસ્યા નથી. સમસ્યા એટલા માટે શરૂ થઇ કારણ કે ગેલએ દિલ્હી ડિસ્કૉમને ગેસની જરૂરિયાત રોકવાની વાત કહી હતી અને એઠલા માટે કારણ કે ગેલ અને દિલ્હી ડિસ્કૉમનું એગ્રીમેન્ટ પૂર્ણ થઇ રહ્યું છે.
તેમણે કહ્યું કે, જાેકે અમે ગેલના ઝ્રસ્ડ્ઢ સાથે વાત કરી છે અને તેમણે મને ભરોસો અપાવ્યો છે કે ગેસની જરૂરિયાતમાં અછત નહીં થાય. તેમણે કહ્યું કે, આ સંકટ હતું નહીં, સંકટ થશે નહીં. આ સંકટ કારણ વગર ઉભુ કરાયું. ટાટા પૉવરે સંભવિત વીજળી કાપને લઇને મેસેજ આપ્યો. અમે સીઇઓને ચેતવણી આપી છે કે જાે હવે આવો કોઇ મેસેજ મોકલવામાં આવે છે જેનાથી લોકોમાં ડર ઉભો થાય, તો પછી કાર્યવાહી કરવામાં આવશે.
આરકે સિંહે વધુમાં કહ્યું કે, દરરોજ અમારા અધિકારી કોલસાના સ્ટૉકની દેખરેખ કરી રહ્યા છે. આજના દિવસે અંદાજિત ૪ દિવસથી વધુનો સ્ટૉક અમારી પાસે છે. કાલે ૧.૮ મિલિયન ટનની ખપત થઇ, એટલો સ્ટૉક મળ્યો. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે, જે ૧૭ દિવસ સ્ટૉકથી ૪ દિવસ આવી ગયા હતા, તે હવે ફરીથી વધશે. તેની પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી.રાજ્યો તરફથી વીજળીની જરૂરિયાતોને લઇને પત્ર લખવાની વાત પર જવાબ આપતા આરકે સિંહે કહ્યું કે, જેટલી વીજળીની જરૂરિયાત છે, એટલી ઉત્પન્ન થઇ રહી છે. જેને જેટલી જરૂરિયાત છે, તેને એટલી સપ્લાઈ થઇ રહી છે. જાે ક્યાંય સપ્લાઈ થઇ નથી રહી તો અમને જણાવી દો. વધુમાં તેમણે કહ્યું કે, જેટલી કોલસાની જરૂરિયાત હતી, એટલો નથી મળ્યો, આ કહેવું ભ્રામક છે. તમારે જેટલો જાેઇએ, તમને મળશે.