અયોધ્યામાં પહેલીવાર ભાજપ શાસિત ૧૧ રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બુધવારે એક સાથે રામલલાના દર્શન કર્યા. દેશમાં અત્યારે ૧૧ રાજ્યમાં ભાજપની સરકાર છે. દેશના વિભિન્ન પ્રાંતોના મુખ્યમંત્રીઓનો અયોધ્યામાં પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પહોંચ્યા પર સ્વાગત કર્યુ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ સરયૂ ઘાટ પર પૂજા-અર્ચના કરી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના નેતૃત્વમાં ભાજપ શાસિત રાજ્યોના સીએમ અયોધ્યા પહોચ્યા હતા. અહીં પહોંચીને પત્રકારો સાથે વાત કરતા જે પી નડ્ડાએ કહ્યુ કે આ દિલની તમન્ના હતી કે અહીં ભવ્ય રામ મંદિર બન્યા. આ ઘણા જ હર્ષનો વિષય છે કે કરોડો ભારતીયોનુ સપનુ પૂરુ થઈ રહ્યુ છે.
કાશી વિશ્વનાથ ધામનુ લોકાર્પણ થયા બાદ ત્યાં મુખ્યમંત્રીઓની એક બેઠક થઈ. અમે તમામ રામ લલાના દર્શન કરવા ઈચ્છતા હતા. અમે બની રહેલા ભવ્ય મંદિરનુ નિરીક્ષણ કરવા પણ ઈચ્છતા હતા. મુખ્યમંત્રી સમય-સમય પર મળતા રહે છે. તમામ કાશી આવ્યા હતા તો તેઓ સાથે રામલલાના પણ દર્શન કરવા ઈચ્છતા હતા.
મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ પણ અયોધ્યા પહોંચ્યા છે, જ્યાં આ તમામનુ સ્વાગત થયુ.
ત્રિપુરાના સીએમ બિપ્લબ દેવ, બિહારના ડેપ્યુટી સીએમ રેણુ દેવી, અરૂણાચલના સીએમ પ્રેમા ખાંડૂ અને મણિપુરના સીએમ એન બિરેન સિંહ અયોધ્યા પહોંચી ચૂકેલા છે. આ લોકો રામ લલાના મંદિર, હનુમાન ગઢી અને સરયૂ ઘાટ જાેવા ગયા.