એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ થોડો વધારે આવવા લાગ્યો છે. હોસ્પિટલ ઈમરજન્સી રૂમ વધુ વ્યસ્ત બની રહ્યા છે. ધસારો લગભગ અનિવાર્ય છે કારણ કે, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને દિલ્હી જેવા શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. પરંતુ મોટાભાગના કેસ હળવા લક્ષણો ધરાવતા હોય છે અને થોડા દર્દીઓને જ વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. ચેન્નઈની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ત્રણ જાન્યુઆરીએ દર્દીઓની સંખ્યા ૧,૭૫૪ હતી. ચોથી જાન્યુઆરીએ દર્દીઓની સંખ્યા ૧,૯૩૧એ પહોંચી હતી. આ સાથે તમિલનાડુમાં ચાર મહિના પહેલા ૪ ટકાની સરખામણીમાં કુલ બેડના ૧૪ ટકા બેડ ઓક્યુપાઈ હતા. ઉપરાંત એક મહિના પહેલા ૬ ટકાની સરખામણીમાં રાજ્યમાં ઓક્સિજન બેડમાંથી પાંચમા ભાગમાં દર્દીઓ હતો. દિલ્હી સરકારની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ, લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં નવેમ્બરના અંતમાં કોરોનાના ૧૦ દર્દીઓ હતા. તે હવે ૭૦ પર પહોંચી ગયા હોવાથી સરકારે ૫૦થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલો અને નર્સિંગ હોમને તેમાંથી ૪૦ ટકા કોવિડ કેસ માટે રિઝર્વ રાખવા જણાવ્યું છે, કારણ કે બીજીલહેર દરમિયાન પણ આમ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં મંગળવારે ૮૩૪ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સોમવારે આ સંખ્યા ૫૭૪ અને રવિવારે ૫૦૩ હતી. પાંચ દિવસ પહેલા જાેવા મળતા સરેરાશ દૈનિક હોસ્પિટલમાં દાખલ થવાની સરખામણીએ, ઉછાળો લગભગ ૬૮ ટકા છે. મહાનગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મુંબઈના ૩૫ હજાર હોસ્પિટલ બેડમાંથી ૧૫ ટકામાં હાલ દર્દીઓ છે. ગોરેગાંવમાં આવેલી નેસ્કો જમ્બો હોસ્પિટલના ડીન ડો. નીલમ એન્ડ્રાડે કહ્યું હતું કે, નિયમિત