ની ૬૩મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પશુપાલકોને દૂધ ફેટના ભાવમાં રૂપિયા ૧૦ નો વધારો જાહેર કરાયો છે. દૂધસાગર ડેરીનું ટર્નઓવર ૬૦૦૦ કરોડ પહોંચાડ્યું છે. હવેનો લક્ષ્યાંક ૮૫૦૦ કરોડ છે. દૂધસાગર ડેરી સામે ચાલતા સુષુપ્ત વિરોધ વચ્ચે વિવાદ વિના સાધારણ સભા પૂર્ણ થઈ હતી.
મહેસાણા દૂધસાગર ડેરીની આજે ૬૩મી અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસિયેશનની ૫૬ મી વાર્ષિક સાધારણ સભા દૂધસાગર ડેરી હોલ ખાતે યોજવામાં આવી હતી.

દૂધસાગર ડેરીના હાલના સત્તાધીશો સામે સુષુપ્ત અવસ્થામાં ચાલતા વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધારણ સભા યોજવામાં આવી હતી. દૂધસાગર ડેરીની ૬૩મી સાધારણ સભામાં પશુપાલકોના હિતમાં અનેક ર્નિણય લેવામાં આવ્યા છે. જેમાં પશુપાલકો માટે કિલો દૂધ ફેટ ભાવમાં રૂપિયા ૧૦ નો વધારો કરી કિલો દૂધ ફેટનો ભાવ રૂપિયા ૮૧૦ કિલો કરવામાં આવ્યો છે. તેમજ રેકોર્ડ બ્રેક ૩૭૫ કરોડ રૂપિયા વાર્ષિક નફો પશુપાલકોને વહેંચવાની જાહેરાત કરવામાં આવી છે.

તેમજ દૂધસાગર ડેરીનું દૂધ ઉત્પાદન રોજીંદુ ૫૦ લાખ લીટર કરવાનો લક્ષ્યાંક જાહેર કરાયો છે. તો વળી ડેરીનું ટર્નઓવર ૫૦૦૦ કરોડથી વધારી આ વર્ષે ૬૦૦૦ કરોડ પહોંચાડ્યું છે અને ડેરીનું હવેનું ટર્ન ઓવર ૮૫૦૦ કરોડ લક્ષ્યાંક પાર કરવાની જાહેરાત દૂધસાગર ડેરી ચેરમેન દ્વારા કરવામાં આવી છે. તો સાથે જ સોશિયલ મીડિયામાં થતા આક્ષેપો મુદ્દે અશોક ચૌધરીએ જણાવ્યું કે, જેને પણ શંકા હોય તે ડેરીના વહીવટ ઉપર તે રૂબરૂ આવીને ચોપડા ચેક કરી શકે છે. ડેરીનું ૬૦૦૦ કરોડનું ટર્ન ઓવર પહોંચાડ્યું છે. હવે ૮૫૦૦ કરોડના ટર્નઓવર કરવાનો લક્ષ્યાંક છે. દૂધ ઉત્પાદન રોજીંદુ ૫૦ લાખ લીટર કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાની ઈચ્છા છે.

Share.
Exit mobile version