કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજરોજ ઓકિનાવાન શોરીનર્યુ કરાટે ડો ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ મિડલ ઈસ્ટ અને સાઉથ એશિયા ના દીવ બ્રાંચ ના સિહાન રમેશ ભટ્ટ તેની સાથે નિલય ત્રિવેદી, હેમલ મકવાણા, કિર્તિ બાળા, પરિક્ષિત રોનીલ સોલંકી, દક્ષ ભરત કુમાર દ્વારા પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ ૨૪/૨૫/૨૬ ના રોજ બ્લેક બેલ્ટ અંતર્ગત પરિક્ષા લેવામાં આવી, આ પરિક્ષા માં ૮ થી ૨૭ વર્ષ સુધી ના વિધાર્થીઓ એ ભાગ લીધો, છેલ્લા ત્રણ દિવસથી દીવના ચાર વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓ એ બ્લેક બેલ્ટ ની પરીક્ષા આપી હતી, જેમાં 60 કિલોમીટર રનિંગ, મહત્વપૂર્ણ કસરતો તથા કરાટે કાંટા અને સામસામે ફાઇટ જેવી કસોટીઓ લેવા માં આવી, આ વિદ્યાર્થીઓએ કડી મહેનત કરી, પરિક્ષા પાસ કરી જેને આજરોજ દીવના પદ્મભૂષણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આવેલા યોગા ક્લાસ રૂમ મા દીવ પી.આઈ પંકેશ ટંડેલના હસ્તે દરેક વિદ્યાર્થીઓને બ્લેક બેલ્ટ એનાયત કરવામાં આવ્યા, દીવમાં સિહાન રમેશ ભટ્ટ અને નિલેશ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી કરાટે ક્લાસ ચાલી રહી છે