કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં 9 વર્ષિય દલિત બાળકી સાથે રેપ અને હત્યાના મામલે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે,પીડિત પરિવારને ન્યાય નથી મળી રહ્યો.પીડિત પરિવાર બીજું કશું નહિ પણ માત્ર ન્યાય માંગે છે પીડિત પરિવારે પણ ન્યાય નહિ મળી રહ્યો હોવાની ફરિયાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે,જ્યા સુધી પીડિત પરિવારને ન્યાય નહિ મળે ત્યાં સુધી તેઓ પીડિત પરિવારની સાથે ઊભા છે.
આ મામલો દિલ્હીના ઓલ્ડ નાંગલ ગામનો છે. મળતી માહિતી પ્રમાણે સ્મશાનના વોટર કૂલરનું પાણી લેવા ગયેલી 9 વર્ષિય દલિત બાળકી સાથે રેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ સંવેદનશીલ અને કરુણ ઘટનામાં ગામના સ્મશાનના પૂજારી રાધેશ્યામ સહિત 4 લોકો આરોપી છે.આ અંગે બાળકીના પરિવારની પૂછપરછ કરતા બાળકીની માતાએ જણાવ્યું હતું કે દુષ્કૃત્ય આચાર્ય બાદ આરોપીએ પરિવારની પરવાનગી કે મરજી વિરુદ્ધ જ બાળકીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.
બાળકીની હત્યા બાદ પૂજારી સહીત અન્ય આરોપીઓએ બાળકીના ઘરવાળાને બોલાવીને કહ્યુ હતું કે, વોટર કુલરમાંથી પાણી ભરતી વખતે કરંટ લાગવાથી બાળકીનું મોત થયુ છે.તેઓએ બાળકીની માતાને પોલીસ બોલાવશો તો તેઓ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવીને બાળકીના અંગો કાઢી નાખવામાં આવશે એવી બીક પણ બતાવવામાં હતી.આરોપીઓએ બાળકીની માતાને પોલીસ નહિ બોલાવવાનું કહીને બાળકીના પરિવારને અંધારામાં રાખીને જ બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પીડિત પરિવારને ન્યાય મળે એ સહકાર આપવાનું કહ્યું છે.કેજરીવાલે કહ્યું હતું કે તેઓ બાળકીના પરિવારને મળશે અને તેમને ન્યાય મળે તે અંગે જરીરુ તમામ મદદ મળશે.બીજી ભીમ આર્મીના ચીફ ચંદ્ર શેખરે પણ પીડિત પરિવારની મુલાકાત કરી બાળકીના પરિવારને ન્યાય અપાવવા માટેની કટિબદ્ધતા દર્શાવી હતી.