લક્ષદ્વિપ ના સંચાલક અને ભૂતપૂર્વ ગુપ્તચર વડા, દિનેશ્વર શર્માના નિધન પર વિદેશ મંત્રી ડો સુબ્રમણ્યમ જયશંકરે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. ટ્વિટર પર તેમની લાગણીઓ વ્યક્ત કરતા, જયશંકરે જણાવ્યું હતું કે, ” દિનેશ્વર શર્મા, લક્ષદ્વીપ વ્યવસ્થાપક અને ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ વડાના મોતનુ બહુ દુઃખ થયુ છે. અમે સાથે કામ કર્યું હતુ. તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના.”
એમ્બેસેડર ડિઝાયર કોમ્બા-
વિદેશ પ્રધાન ડો સુબ્રમણ્યમ જયશંકરે, ગેબનના રાજદૂત ડિઝાયર કોમ્બાના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો હતો. ટ્વિટર પર તેમની લાગણીઓ વ્યક્ત કરતા ડૉ સુબ્રમણિયમ જયશંકરે જણાવ્યું હતું કે, ” ગેબનના રાજદૂત ડિઝાયર કોમ્બાના નિધન થી ઊંડો આઘાત લાગ્યો છે. વર્ષ 2008 સુધી દિલ્હીમાં ફરજ બજાવતા ડિઝાયર કોમ્બા, ભારત-ગેબન સંબંધ માટે હંમેશા યાદ રહેશે. તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદનાઓ. “