સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ, નનાનપુર ગામ વચ્ચે સાબર ગ્રામ વિધાપીઠ કોલેજ સોનાસણ. પાસે આવેલા ગીરનારી શંકરગીરીજી મહારાજ નાં દત્તાત્રેય મંદિર આશ્રમ ખાતે આજે પૂનમ અને દત્તભગવાન જયંતી નિમિત્તે દત્તજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સરકારના નીતિ નિયમો અને કોરોના મહામારી ના શોશ્યલ ડિસ્ટન્સ સાથે દત્તમહાપૂજા મહાઆરતી હોમ હવન દત્તબાવની નું વાંચન..પઠન પૂજા અર્ચના નું સુંદર આયોજન મહંત શંકરગીરીજી મહારાજ નાં આદેશ અને માર્ગદર્શન હેઠળ ભક્ત અને જાણીતા વેપારી અજયકુમાર બાબુભાઈ નાયી .દેવગણ ભાઈ શર્મા અને વિવિધ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.આ મંદિરે અને આશ્રમે પૂ.શંકરગીરીજી મહારાજ દ્વારા વરસોથી અખંડ ધૂણો ધખધખી પ્રજ્વલિત છે તેમજ માતા કાલિકા માતાજી ની અખંડ જ્યોત પણ વરસોથી પ્રજવલ્લિત છે જે શ્રધ્ધા આસ્થા માં ઓર વધારો કરે છે.આજે દત્તજયંતિ નિમિત્તે અને પૂનમ નિમિત્તે દત્તભગવાન ઉપરાંત ભોલેનાથ મંદિર માં પણ વિષેશ પૂજા અર્ચના અને આબેહૂબ મહાકાલ દાદા ના શિવલિંગ પૂજા જેવીજ પૂજા શણગાર કરવામાં આવ્યા હતા.. અજયભાઈ નાયી સહિતના ભક્ત સમુદાય થાય દ્વારા આશ્રમ અને મંદિર ના વિકાસ માટે પૂ.મહંત શંકરગીરીજી મહારાજને સુંદર સહયોગ સાંપડતા અહીં જંગલમાં મંગલ અને સુંદર વાતાવરણ ને માહોલ જામતા વાર તહેવારે અને ગુરુ વાર પૂનમે ભક્તો દાદા ના દર્શન કરી ધન્ય બને છે.