શાળાએ જતાં વિદ્યાર્થીઓ રાજ્યમાં વાહનવ્યવહાર અને બાળકોની સલામતીને લઇને અનેક સવાલો ઉભા કરે છે

જીવના જાેખમે સવારી કરતાં વિદ્યાર્થીઓનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં જાેઈ શકાય છે કે, તુફાન ગાડી વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી છે અને વિદ્યાર્થીઓ જાેખમી મુસાફરી કરી રહ્યાં છે અને બસમાં ન જાય તેટલા વિદ્યાર્થીઓ તુફાન ગાડીમાં ઠુસી ઠૂસીને ભર્યા છે.

જેમાં વિદ્યાર્થીઓ વાનની છત પર અને પાછળ લટકી શાળાએ જઇ રહ્યા છે. આ વીડિયો દાહોદના ઝાલોદનો હોવાનું જાણવા મળ્યું છે. જીવના જાેખમે શાળાએ જતાં વિદ્યાર્થીઓ રાજ્યમાં વાહનવ્યવહાર અને બાળકોની સલામતીને લઇને અનેક સવાલો ઉભા કરે છે.

આ વીડિયો સાથે અમિત ચાડાએ સરકાર પર પ્રહારો કર્યા છે. વીડિયોને સંબોધીને ટ્‌વીટમાં તેમણે લખ્યું કે, ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં રાજકીય કાર્યક્રમો માટે જી્‌ બસ ગોઠવાય જાય પરંતુ બાળકોને સ્કૂલ જવા માટે બસ ના મૂકાય! વિકાસના બણગા ફૂંકતી સરકારની જમીની વાસ્તવિકતા.

Share.
Exit mobile version