ભારતમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરના ખતરાને જાેતા અને ડેલ્ટા વેરિએન્ટના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ) એ મોટો ર્નિણય લેતા દેશથી આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો આવવા અને જવા પર લાગૂ પ્રતિબંધને ૩૧ જુલાઈ સુધી લંબાવી દીધો છે. આ પહેલા કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે ડીજીસીએએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ૩૦ જૂન સુધી વધાર્યો હતો. પરંતુ કોમ્પીટેન્ટ ઓથોરિટી દ્વારા કેસ-દર-કેસના આધાર પર માત્ર સિલેક્ટેડ રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ઉડાનોના સંચાલનની મંજૂરી આપી શકાય છે.
ડીજીસીએ દ્વારા જારી સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે- આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ વધારવાના ર્નિણયનો પ્રભાવ કાર્ગો વિમાનો પર પડશે નહીં. તો આ પ્રતિબંધમાં તે ઉડાનોને પણ છૂટ આપવામાં આવી છે જેને ખાસ કરીને ડીજીસીએ એ મંજૂરી આપી છે.૨૩ માર્ચ ૨૦૨૦થી આંતરરાષ્ટ્રીય ઉડાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. મહત્વનું છે કે ભારતમાં ૨૩ માર્ચ ૨૦૨૦થી કોરોના મહામારીના ઘાતક પરિણામને કારણે આંતરરાષ્ટ્રીય ઉડાનોને સ્થગિત કરી દેવામાં આવી હતી. પરંતુ મે ૨૦૨૦થી વંદે ભારત અભિયાન અને જુલાઈ ૨૦૨૦થી કેટલાક સિલેક્ટેડ દેશો વચ્ચે દ્વિપક્ષીય “એર બબલ” વ્યવસ્થા અંતર્ગત ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે.
મહત્વનું છે કે ભારતનું અમેરિકા, દુબઈ, ફ્રાન્સ, કેન્યા સહિત ૨૭ દેશોની સાથે એર બબલ સમજુતી થઈ છે. બે દેશો વચ્ચે આ એગ્રીમેન્ટ હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય વિમાન પોતાના ક્ષેત્રો વચ્ચે ઉડાન ભરી શકે છે.