એક મોટા ડિફેન્સ પેકેજ પર અમેરિકન કોંગ્રેસ વોટિંગ કરવા જઈ રહી છે. જેના પર થઈ રહેલી ચર્ચા વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના સાસંદ સમર લીએ સેનાના ખર્ચાઓ પર સવાલ ઉઠાવ્યો હતો.
તેમણે સંરક્ષણ વિભાગના એક અધિકારીને સૈન્યના ખર્ચા અંકે કેટલાક આંકડાઓ પર સવાલ પૂછ્યા હતા. જેની જાણકારી આ અધિકારી પાસે નહોતી.જવાબમાં લીએ પોતે આંકડા રજૂ કર્યા હતા.

સમર લીએ પૂછ્યુ હતુ કે, અમેરિકન સેના વિયાગ્રા પર દર વર્ષે કેટલો ખર્ચ કરે છે? જેના જવાબમાં સંરક્ષણ વિભાગના અધિકારીએ જાણકારી નહીં હોવાનુ કહ્યુ હતુ ત્યારે લીએ પોતાનો આંકડો રજૂ કરતા કહ્યુ હતુ કે, ૪.૬ કરોડ ડોલર….તેમણે આગળ જણાવ્યુ હતુ કે, તમને ખબર છે કે આટલી રકમમાંથી મારા પોતાના મતદાર વિસ્તારમાં હાલમાં ધરાશયી થયેલા બ્રિજનુ ફરી નિર્માણ કરી શકાયુ હોત. તેમણે આગળ કહ્યુ હતુ કે, સેનાએ ભોજનમાં પિરસાતા સ્નો ક્રેબ અને અલાસ્કા ક્રેબ માટે ૨.૩ મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.

તેની સામે મારા મતદાર વિસ્તારની કાઉન્સિલ બેઘર લોકોની સેવામાં માત્ર ૧.૨ મિલિયન ડોલર ખર્ચ કરે છે.
તેમણે એફ-૩૫ વિમાનોના ગેરવહીવટના ૨૦૧૬માં થયેલી તપાસના આંકડા રજૂ કરીને એવુ પણ કહ્યુ હતુ કે, મે ૨૦૧૮ થી ઓક્ટોબર ૨૦૨૨ વચ્ચે આ વિમાનો માટેના ૮ કરોડ ડોલરના દસ લાખ સ્પેરપાર્ટસ આશ્ચર્યજનક રીતે ખોવાઈ ગયા હતા.

Share.
Exit mobile version